________________
શ્રી વચનામૃતજી
૬૩
મૂકી દીધો છે. એટલે તેઓ પાછા મારી પાસે આવીને ઊભા રહ્યા અને કહે જુઓ તમારું વચન છે કે મારા ગુરુ જ્યાં સુધી હૈયાત છે, ત્યાં સુધી હું કોઈનો હાથ ઝાલીશ નહીં.” આ તાર છે કે ‘છોટાભાઈ દેસાઈએ દેહ મૂકી દીધો છે. હવે આપ વચને બંધાણા છો.
મને તો એટલો થડથડાટ થવા માંડ્યો કે આ જોખમ લેવાય ? પછી કહ્યું કે તમે એક જણ આવો અને પૂ. નાનચંદ્રજી મહારાજના અતિથિ ગૃહમાં ઊતરો અને રોજ એક કલાક ભણવા આવો. તો શાંતિભાઈએ કહ્યું કે ‘પણ અમે ત્રણ જણા કોલકરારથી બંધાણા છીએ.” શું ? કોલકરાર ? | જો કોઈને સત્પુરુષ અને ગુરુગમ કે જ્ઞાન મળે, એવો કોઈ ભેટો થાય તો બીજા બે ને સાથે લેવાના. આ રીતે ત્રણ જણા વળગ્યા. એક શાંતિભાઈ, એક નગીનભાઈ, અને એક લવચંદભાઈ બોરીવલીવાળા. આ ત્રણ જણાથી ૩૧ ડિસેમ્બર '૭૬ના રોજ આશ્રમ શરૂ થયો.”
તમે જે સાધના કરો છો એમાં કોઈક બે પગથિયાં ચડ્યા છે, કોઈ ચાર, કોઈ પાંચમે, ગુણસ્થાનક અપેક્ષાએ કહ્યું છે. પણ પછી તો જો પુરુષ આવે તો એની પત્નીને એમ થાય કે આ આટલા બધા કેમ ફરી ગયા ? અને પત્ની આવે તો પતિને એમ થાય કે આ આટલી બધી કેમ બદલાઈ ગઈ ? આખું જીવન જ પલટાઈ જાય. આપણે કુટુંબનાને કહેવાની ના પાડી હતી કે કુટુંબના કોઈને કહેશો નહીં કે અહીં આવે. પણ એમ કરતાં કરતાં હવે અત્યારે આપણી પાસે નૈરોબી, લંડન, અમેરિકા અને ભારતના થઈને ૪૫૫ (અત્યારના હાલના ૨૦OO) મુમુક્ષુ ભાઈઓ બહેનો સાધના કરી રહ્યાં છે. છૂટાછૂટા એ બધા સાયલા આવે છે.
દરમ્યાન આ લોકોએ એમ કહ્યું, મુંબઈ આસપાસ બોરડી, તીથલમાં જગ્યા લઈએ. પારસીની કોઈ વાડી લેવી, બંગલા સહિત, એમાં આશ્રમ કરવો જેથી આપણે અવારનવાર ધંધો પણ કરી શકીએ અને આશ્રમમાં પણ જઈ શકીએ. મેં કહ્યું હું ત્યાં નહીં આવું. તમારે જે કરવું હોય તે કરો. કારણ ત્યાં સાયલા નથી અને સૌભાગ્યભાઈ પણ નથી એ મને મોટી ખામી લાગે છે. ચાર વર્ષે તેઓ સમજ્યા અને પછી સાયલામાં આશ્રમ બાંધવો શરૂ કર્યો. નવા મકાનમાં ઈ.સ ૧૯૮૫માં આશ્રમ શરૂ થયો. કેવળ જ્ઞાનનું બીજ શું ? આ સમજાવાય જ નહીં છતાં કાંઈક સમજણ આપું છું.
યમનિયમ સંજમ આપ કિયો, પુનિ ત્યાગ બિરાગ અથાગ લહ્યો;
વનવાસ લિયો મુખ મૌન રહ્યો, દઢ આસન પધ લગાય દિયો. ૧ યમ એટલે સાધુઓને માટે પાંચ મહાવ્રતો અને શ્રાવકો માટે અણુવ્રતો. નિયમ એટલે પાંચ નિયમ-શૌચ, સંતોષ તપ, સ્વાધ્યાય અને ઈશ્વરધ્યાન. તેમજ માંસ, મદિરા, જુગુટ વગેરેનો ત્યાગ. આ બધું કર્યું છે છતાં આપણે અત્યાર સુધી જન્મ મરણના ફેરામાં રખડીએ છીએ. સંયમ પણ લીધો છે એટલે કે દીક્ષા પણ અનેકવાર લીધી છે. વૈરાગ્ય પણ આપણને ઉત્પન્ન થયેલો અને
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org