________________
શ્રી વચનામૃત
૬૧
ગુણા આપણામાં આવે તો આપણી ભૂમિકા તૈયાર થાય. ભૂમિકા તૈયાર થાય તો જ બીજ વવાય. બીજ એ કેવલ્ય-બીજ છે. એમાંથી કેવળ વૃક્ષ ઉત્પન્ન થાય. જ્ઞાની માણસો હમેશાં આવી વાતો કોઈના લક્ષમાં ન આવે એમ ગૂંથી દેતા હોય છે. વચમાં છુપાવી દે છે.
મહોપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજ સાહેબ પોતે પણ એ દશામાં પહોંચી ગયા હતા. પરંતુ એમને એમ થયું કે “મને જે આ દેહમાં મુક્તિના સુખનો અનુભવ થયો છે, સદેહે, એ મારી પાછળના સાધકોને એ દશાએ પહોંચવા માટે ઉપકારી થાઉ તો સારું', એ માટે એમણે પોતાના અનુભવની વાત લખી; લખતાં પહેલાં એમણે સરસ્વતી દેવીની સાધના કરી. સરસ્વતી દેવી સાધ્ય થયા પછી કહેવાય છે કે એમણે ચાળીશ લહિયાઓને બેસાડીને તેઓ દરેકને એક એક શ્લોક લખાવતા જતા, એ રીતે એકી સાથે ચાળીશ પુસ્તકો તૈયાર થતાં. તેઓશ્રી એટલું બધું લખી ગયા છે કે એમના જીવન ચરિત્રમાં લખ્યું છે કે, એક માણસ એમનું સાહિત્ય વાંચી અને સમજવાની કોશિશ કરે તો આખી જિંદગીમાં પૂરું થઈ શકે એવું નથી. હજી, એમનાં પુસ્તકોનો સાધુપુરુષો અનુવાદ-વિવેચન કર્યા જ કરે છે અને બહાર પાડતા જાય છે.
ઉપાધ્યાયજી મહારાજનાં પુસ્તકો અને આચાર્યશ્રી માણે ક્યસાગરસૂરિએ ભણાવ્યાં છે. એ અમારું સદ્ભાગ્ય છે. એમણે એ માટે સાયલા જેવા નાનકડા ગામમાં ચોમાસું કર્યું. એમના કેટલા બધા સાધુઓ અને સાધ્વીજીઓ હતા. પોતે આચાર્ય હતા અને મોટો સમુદાય હતો, છતાં સાયલામાં ચાતુર્માસ કર્યું. તેઓશ્રી બહુશ્રુત હતાં. શાંત સ્વભાવના હતા. ચાતુર્માસ દરમ્યાન તેઓશ્રી મને અને પૂજ્ય છોટાભાઈને રોજ એક કલાક ભણાવતા. ચાતુર્માસ પૂરું થયું પરંતુ અમારો અભ્યાસ અધૂરો રહ્યો, એટલે રોષકાળમાં બે મહિના પાછા સાયેલા આવ્યા. વળી પાછા બીજી ફેર-વખતે બે મહિના રહ્યા અને અમને અભ્યાસ પૂરો કરાવ્યો. એમનો દેહ રહ્યો ત્યાં સુધી વીસ ગાઉ છેટે-દૂર જો વિહાર કરતા હોય તો એ સાયલા અચૂક પધારે, અમે પણ બાર માસમાં એક વખત એમનાં દર્શન, વંદન કરવા અવશ્ય જઈએ જ, કારણ કે એમનો અમારા ઉપર ઉપકાર હતો.
મહોપાધ્યાય શ્રી યશોવિજયજીના ગ્રંથોનું વાંચન-મનન પણ ઘણું જ ઉપકારક છે. હવે આવી ભૂમિકા તૈયાર કરવી એ આપણું કામ છે. કેવલ્ય બીજ શું? તેનું લક્ષ કરાવે કોણ ? તો કહે ભોમિયો. જેણે માર્ગ જોયો છે, જે પહોંચ્યો છે એ કહે કે જુઓ આ મોક્ષમાર્ગ છે. તમારે આગમોની શાખ જોઈતી હોય તો બતાવે, એથી આપણને પૂરો વિશ્વાસ બેસી જાય. પછી આપણને વૈરાગ્ય ઉત્પન્ન થાય. વૈરાગ્ય જાગે એટલે સુવિચારણા થાય. સુવિચારણા જાગે એટલે વિવેક થાય. વિવેક થાય તો “આ બધું શું છે ?” જન્મ-મરણ શા માટે ? જન્મ મરણ શાથી ટળે ? એની સમજ પડે, આ આખો મોક્ષમાર્ગ છે. એ જ મોક્ષમાર્ગ શ્રી ઋષભદેવ ભગવાનના વખતમાં હતો, એ જ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org