________________
શ્રી વચનામૃતજી
૫૯
અનંત કાળથી આથડ્યો, વિના ભાન ભગવાન;
સેવ્યા નહિ ગુરુ સંતને, મૂક્યું નહિ અભિમાન. ૧૫ આ જન્મ-મરણના ફેરામાં આપણે ક્યારથી રખડતાં હોઈશું ? અનાદિથી. ભગવાન મને કાંઈ ભાન તો આવ્યું જ નહીં કે આ જન્મ-મરણના ફેરા કેમ ટળે ? તારી સાથે એકમેક કેમ થવું ? એટલું જ નહીં પણ સદ્ગુરુને કે સંતને મેં સેવ્યા નહીં, અને અહંપણું, મારાપણું, એ અભિમાન મેં મુક્યું નહીં. ૧૫
સંત ચરણ આશ્રય વિના, સાધન કર્યા અનેક;
પાર ન તેથી પામિયો, ઊગ્યો ન અંશ વિવેક. ૧૭ હે ભગવાન ! મેં સંતના ચરણમાં, આશ્રયમાં રહ્યા વિના, અનેક સાધનો આદર્યા. પણ તેથી કાંઈ મારા જન્મ-મરણના ફેરા ટળી જાય એવું કાંઈ મેળવી શક્યો નહીં. એટલું જ નહીં, પણ ભગવાન ! મને વિવેક પણ ઊગ્યો જ નહીં. વિવેક એટલે સત્ય માર્ગ શું? હું કોણ અને આ બધું શું ? એનો વિવેક પણ મને થયો નહીં. ૧૯
સહુ સાધન બંધન થયાં, રહ્યો ન કોઈ ઉપાય;
સત્ સાધન સમજ્યો નહીં, ત્યાં બંધન શું જાય? ૧૭ જેટલાં સાધનો મેં કર્યો એ બધાં મને બંધનરૂપ થયાં, કારણ કે યથાર્થ સમજણ ન મળી એટલે હે ભગવાન ! મારા હાથમાં કોઈ ઉપાય જ ન રહ્યો. સત્ સાધન એટલે સાચાં સાધનો જેવાં કે સતુપુરુષ, સશાસ્ત્ર, સત્વજ્ઞાન, વિર્વક, સુવિચારણા, ધારણા, ધ્યાન અને સમાધિ આદિ સમજ્યો નહીં તો પછી બંધન એટલે જન્મ-મરણના ફેરા કેમ ટળે ? ૧૭
પ્રભુ પ્રભુ લય લાગી નહીં, પડ્યાં નસદ્ગુરુ પાય;
દીઠા નહિ નિજ દોષ તો, તરીએ કોણ ઉપાય ? ૧૮ પ્રભુ પ્રત્યે જે લય લાગવી જોઈએ તે લાગી નહિ. સદ્ગુરુને ચરણે, આશ્રયે ગયો નહીં. પોતાના દોષ જોવા ભણી દૃષ્ટિ વાળી નહીં. હમેશાં બીજાના જ દોષ જોવામાં રહ્યો. ગમે તે પ્રસંગ હોય, આપણે બીજાના દોષ જોઈએ છીએ. આપણા દોષ તરફ દૃષ્ટિ દેતા જ નથી. તો પછી આપણી પ્રવૃત્તિ વંચક પ્રવૃત્તિ છે. આપણો સ્વભાવ કપટી (માયાવી) છે. મનમાં કાંઈ, બોલવામાં કાંઈ, વર્તનમાં કાંઈ. આ તો ઋષભદેવ ભગવાનના વખતમાં હતા એવા સરળ જીવોનું કામ છે. આ રસ્તે ચઢવું હોય તો કંપટ (માયા) કાઢી, મન પવિત્ર કરીને સ્વભાવમાં સરળ થવું જોઈએ.) તો કઈ રીતે ભવસાગર તરી શકું ? ૧૮
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org