________________
શ્રી વચનામૃતજી
આણાએ ધમ્મો આણ્ણાએ તવો ।' आणा धम्मो, आणाए तवो ।
આજ્ઞાનું આરાધન એ જ ધર્મ અને આજ્ઞાનું આરાધન એ જ તપ. (આચારાંગ સૂત્ર)
સર્વ સ્થળે એ જ મોટા પુરુષોનો કહેવાનો લક્ષ છે, એ લક્ષ જીવને સમજાયો નથી. તેના કારણમાં સર્વથી પ્રધાન એવું કારણ સ્વચ્છંદ છે અને જેણે સ્વચ્છંદને મંદ કર્યો છે, એવા પુરુષને પ્રતિબદ્ધતા (લોકસંબંધી બંધન, સ્વજનકુટુંબ બંધન, દેહાભિમાનરૂપ બંધન, સંકલ્પવિકલ્પરૂપ બંધન) એ બંધન ટળવાનો સર્વોત્તમ ઉપાય જે કંઈ છે તે આ ઉપરથી તમે વિચારો. અને એ વિચારતાં અમને જે કાંઈ યોગ્ય લાગે તે પૂછજો. અને એ માર્ગે જો કંઈ યોગ્યતા લાવશો તો ઉપશમ ગમે ત્યાંથી પણ મળશે.
અહીં ઉપશમ એટલે ગુરુગમ.
બાકી બીજાં બધાં સાધન પછી કરવાં યોગ્ય છે. આ સિવાય બીજો કોઈ મોક્ષમાર્ગ વિચારતાં લાગશે નહીં. (વિકલ્પથી) લાગે તો જણાવશો કે જે કંઈ યોગ્ય હોય તે જણાવાય.
૧૯૫
સત્સ્વરૂપને અભેદરૂપે અનન્યભક્તિએ નમસ્કાર
માર્ગની ઇચ્છા જેને ઉત્પન્ન થઈ છે, તેણે બધા વિકલ્પો મૂકીને આ એક વિકલ્પ ફરી ફરી સ્મરણ કરવો અવશ્યનો છે :
‘અનંતકાળથી જીવનું પરિભ્રમણ થયા છતાં તેની નિવૃત્તિ કાં થતી નથી ? અને તે શું કરવાથી થાય ?'
આ વાક્યમાં અનંત અર્થ સમાયેલો છે; અને એ વાક્યમાં કહેલી ચિંતના કર્યા વિના, તેને માટે દૃઢ થઈ ઝૂર્યા વિના માર્ગની દિશાનું પણ અલ્પ ભાન થતું નથી; પૂર્વે થયું નથી; અને ભવિષ્યકાળે પણ નહીં થશે. અમે તો એમ જાણ્યું છે. માટે તમારે સઘળાએ એ જ શોધવાનું છે. ત્યાર પછી બીજું જાણવું શું ? તે જણાય છે.
Jain Education International
૪૩
૧૯૮
સત્ને અભેદભાવે નમોનમઃ
પત્ર આજે મળ્યું. અત્ર આનંદ છે (વૃત્તિરૂપ). કેવા પ્રકારથી હમણાં કાળક્ષેપ થાય છે તે લખશો.
For Personal & Private Use Only
www.jainelibrary.org