________________
૪૧
શ્રી વચનામૃતજી
કહેવાતા આધુનિક મુનિઓનો સ્ત્રાર્થ શ્રવણને પણ અનુકૂળ નથી. સૂત્ર લઈ ઉપદેશ કરવાની આગળ જરૂર પડશે નહીં. સૂત્ર અને તેના પડખાં બધાંય જણાયાં છે. એ જ વિનંતી.
વિ. આ. રાયચંદ
૧૮૯ અલખનામ ધુનિ લગી ગગનમેં, મગન ભયા મન મેરા જી; આસન મારી સુરત દઢ ધારી, દિયા અગમ ઘર ડેરા જી.
દરશ્યા અલખ દેદારા જી. લક્ષ અને અલક્ષની વાતમાં લક્ષ જે બાહ્યમાં દેખાય છે તે છોડવું અને અલક્ષ જે દિવ્ય ચક્ષુ વડે દેખાય છે તેમાં જ મનને મગ્ન કરવું. આસન સ્થિર કરી, સુરતા ને દૃઢ કરી - આત્માને ઘેર (અગમઘર) પડાવ નાખ્યો છે. જેથી અલક્ષ દેદારા એટલે આત્માનાં દર્શન કર્યા.
૧૯૨
કરના ફકીરી ક્યા દિલગીરી, સદા મગન મન રહેના જી ફકરીપણું કરવું હોય તો તેમાં દિલગીરી જેવું ક્યાં છે. સદાય મનને અંદર મગ્ન કરીને જ રહેવા જેવું છે.
૧૯૪
મુનિશ્રી લલ્લુજી મહારાજને લખેલો આ પત્ર છે.
જીવને માર્ગ મળ્યો નથી એનું શું કારણ? એ વારંવાર વિચારી યોગ્ય લાગે ત્યારે સાથેનું પત્ર વાંચજો.
હાલ વિશેષ લખી શકવાની કે જણાવવાની દશા નથી, તો પણ એક માત્ર તમારી મનોવૃત્તિ કિંચિત્ દુભાતી અટકે એ માટે જે કંઈ અવસરે યોગ્ય લાગ્યું તે લખ્યું છે.
અમને લાગે છે કે માર્ગ સરળ છે, પણ પ્રાપ્તિનો યોગ મળવો દુર્લભ છે. સસ્વરૂપને અભેદભાવે અને અનન્ય ભક્તિએ નમોનમઃ સસ્વરૂપ એટલે શુદ્ધ આત્મસ્વરૂપ એને અભેદભાવ અને અનન્ય ભક્તિએ નમોનમઃ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org