________________
૫૦
શિક્ષામૃત ઝાંઝવાના પાણીને લેવા દોડી તૃષા છિપાવવા ઇચ્છે છે, એવો દીન છે. અજ્ઞાનને લીધે સ્વરૂપનું વિસ્મરણ થઈ જવાથી ભયંકર પરિભ્રમણ તેને પ્રાપ્ત થયું છે.
ભયંકર પરિભ્રમણ લાગે છે આપણને? જ્યારે જનમ મરણ કરવા પડે છે તેનો ખટાકો લાગે છે ?
સમયે સમયે અતુલ ખેદ, જ્વરાદિક રોગ, જ્વર એટલે તાવ આદિ ઘણા રોગ થાય છે આ શરીરમાં.
મરણાદિક ભય, વિયોગાદિક દુઃખને તે અનુભવે છે, એવી અશરણતાવાળા આ જગતને એક સપુરુષ જ શરણ છે. પુરુષની વાણી વિના કોઈ એ તાપ અને તૃષા છેદી શકે નહીં એમ નિશ્ચય છે. માટે ફરી ફરી તે પુરુષના ચરણનું ધ્યાન અમે કરીએ છીએ.
સંસાર કેવળ અશાતામય છે. કોઈપણ પ્રાણીને અલ્પ શાતા છે, તે પણ સપુરુષનો જ અનુગ્રહ છે; કોઈપણ પ્રકારના પુણ્ય વિના શાતાની પ્રાપ્તિ નથી; અને એ પુણ્ય પણ પુરુષના ઉપદેશ વિના કોઈએ જાણ્યું નથી; ઘણે કાળે ઉપદેશેલું તે પુણ્ય રૂઢિને આધીન થઈ પ્રવર્તે છે;
અત્યારે રૂઢિને આધીન થયું છે એટલે આપણને એમ થી લાગતું કે સત્પરૂપે ઉપદેશેલું છે. પણ આ કહે છે કે ખરેખર એમનું ઉપદેશેલું રૂઢિને આધીન થઈ પ્રવર્તે છે.
તેથી જાણે તે ગ્રંથાદિકથી પ્રાપ્ત થયેલું લાગે છે, પણ એનું મૂળ એક સપુરુષ જ છે; માટે અમે એમ જ જાણીએ છીએ કે એક અંશ શાતાથી કરીને પૂર્ણકામતા સુધીની સર્વ સમાધિ તેનું પુરુષ જ કારણ છે,
મોક્ષ મળે ત્યારે પૂર્ણકામતા થાય.
આટલી બધી સમર્થતા છતાં જેને કંઈ પણ સ્પૃહા નથી, ઉન્મત્તતા નથી, પોતાપણું નથી; ગર્વ નથી, ગારવ નથી, એવા આશ્ચર્યની પ્રતિમારૂપ સપુરુષને અમે ફરી ફરી નામ રૂપે સ્મરીએ છીએ.
ત્રિલોકના નાથ વશ થયા છે જેને એવા છતાં પણ એવી કોઈ અટપટી દશાથી વર્તે છે કે જેનું સામાન્ય મનુષ્યને ઓળખાણ થવું દુર્લભ છે; એવા પુરુષને અમે ફરી ફરી સ્તવીએ છીએ.
એક સમય પણ કેવળ અસંગપણાથી રહેવું એ ત્રિલોકને વશ કરવા કરતાં પણ વિકટ કાર્ય છે, તેવા અસંગપણાથી ત્રિકાળ જે રહ્યા છે, એવાં પુરુષનાં અંતઃકરણને જોઈ અમે પરમાશ્ચર્ય પામી નમીએ છીએ.
હે પરમાત્મા ! અમે તો એમ જ માનીએ છીએ કે આ કાળમાં પણ જીવને મોક્ષ હોય. તેમ છતાં જૈન ગ્રંથોમાં ક્વચિત્ પ્રતિપાદન થયું છે તે પ્રમાણે આ કાળે મોક્ષ ન હોય; તો આ ક્ષેત્રે એ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org