________________
શ્રી વચનામૃતજી
પ્રતિપાદન તું રાખ, અને અમને મોક્ષ આપવા કરતાં સત્પુરુષના ચરણનું ધ્યાન કરીએ અને તેની સમીપ રહીએ એવો યોગ આપ.
હે પુરાણપુરુષ ! અમે તારામાં અને સત્પુરુષમાં કંઈ ભેદ હોય એમ સમજતા નથી; તારા કરતાં અમને તો સત્પુરુષ જ વિશેષ લાગે છે; કારણ કે તું પણ તેને આધીન જ રહ્યો છે; અને અમે સત્પુરુષને ઓળખ્યા વિના તને ઓળખી શક્યા નહીં; એ જ તારું દુર્ઘટપણું
આટલો તું કઠિન છે. એટલા માટે જ
અમને સત્પુરુષ પ્રત્યે પ્રેમ આવે છે.
અમને સત્પુરુષ પ્રત્યે પ્રેમ ઉપજાવે છે. કારણ કે તું વશ છતાં પણ તેઓ ઉન્મત્ત નથી અને તારાથી પણ સરળ છે.
પરમાત્માને દુર્ઘટ કહ્યા અને સત્પુરુષને સરળ કહ્યા છે.
માટે હવે તું કહે તેમ કરીએ ?
હે નાથ ! તારે ખોટું ન લગાડવું કે અમે તારા કરતાં પણ સત્પુરુષને વિશેષ સ્તવીએ છીએ; જગત આખું તને સ્તવે છે; તો પછી અમે એક તારા સામા બેઠા રહીશું તેમાં તેમને ક્યાં સ્તવનની આકાંક્ષા છે; અને ક્યાં તને ન્યૂનપણું પણ છે ?
જ્ઞાની પુરુષો ત્રિકાળની વાત જાણતા છતાં પ્રગટ કરતા નથી, એમ આપે પૂછ્યું; તે સંબંધમાં એમ જણાય છે કે ઈશ્વરી ઇચ્છા જ એવી છે કે અમુક પારમાર્થિક વાત સિવાય જ્ઞાની બીજી ત્રિકાળિક વાત પ્રસિદ્ધ ન કરે; અને જ્ઞાનીની પણ અંતર ઇચ્છા તેવી જ જણાય છે. જેની કોઈપણ પ્રકારની આકાંક્ષા નથી, એવા જ્ઞાની પુરુષને કંઈ કર્તવ્યરૂપ નહીં હોવાથી જે કંઈ ઉદયમાં આવે તેટલું જ કરે છે.
અમે તો કંઈ તેવું જ્ઞાન ધરાવતા નથી કે જેથી ત્રણે કાળ સર્વ પ્રકારે જણાય, અને અમને એવા જ્ઞાનનો કંઈ વિશેષ લક્ષે નથી; અમને તો વાસ્તવિક એવું જે સ્વરૂપ તેની ભક્તિ અને અસંગતા, એ પ્રિય છે. એ જ વિજ્ઞાપન
‘વેદાંત ગ્રંથ પ્રસ્તાવના’ મોકલાવ્યું હશે, નહીં તો તરત મોકલાવશો.
Jain Education International
૫૧
૨૧૯
એક દેખિયે જાનિયે, રમી રહિયે ઈક ઠોર,
સમલ વિમલ ન વિચારીએ, યહે સિદ્ધિ નહિ ઔર.
(સમયસાર નાટક-જીવદ્નાર)
For Personal & Private Use Only
વિ. આજ્ઞાંકિત -
www.jainelibrary.org