________________
શ્રી વચનામૃતજી
૫૩
જ્ઞાની પુરુષ પ્રત્યે જીવને બુદ્ધિ થયે ભક્તિ ઊગે છે, અને તે ભક્તિ ક્રમે કરી પરાભક્તિરૂપ હોય છે. આ વિશે શ્રીમદ્ ભાગવતમાં, ભગવદ્ગીતામાં ઘણા ભેદ પ્રકાશિત કરી એ જ લક્ષ પ્રશસ્યો છે; અધિક શું કહેવું? જ્ઞાની તીર્થકરદેવમાં લક્ષ થવા જૈનમાં પંચપરમેષ્ઠી મંત્રમાં “નમો અરિહંતાણ” પદ પછી સિદ્ધને નમસ્કાર કર્યો છે; એ જ ભક્તિ માટે એમ સૂચવે છે કે પ્રથમ જ્ઞાની પુરુષની ભક્તિ, અને એ જ પરમાત્માની પ્રાપ્તિ અને ભક્તિનું નિદાન છે.
૨૪૧
જેને લાગી છે તેને જ લાગી છે. અને તેણે જ જાણી છે; તે જ “પિયુ પિયુ” પોકારે છે. આ બ્રાહ્મી વેદના કહી કેમ જાય ? કે જ્યાં વાણીનો પ્રવેશ નથી. વધારે શું કહેવું ? લાગી છે તેને જ લાગી છે. તેના જ ચરણ સંગથી લાગે છે, અને લાગે છે ત્યારે જ છૂટકો હોય છે. એ વિના બીજો સુગમ મોક્ષ માર્ગ છે જ નહીં. તથાપિ કોઈ પ્રયત્ન કરતું નથી ! મોહ બળવાન છે.
બ્રાહ્મી વેદના આવી હોય તો કામ થાય.
૨૪૭
જે રસ જગતનું જીવન છે, તે રસનો અનુભવ થવા પછી હરિ પ્રત્યે અતિશય લય થઈ છે અને તેનું પરિણામ એમ આવશે કે જ્યાં જેવે રૂપે ઇચ્છીએ તેવે રૂપે હરિ આવશે, એવો ભવિષ્યકાળ ઈશ્વરેચ્છાને લીધે લખ્યો છે..
બીજું મોટું આશ્ચર્યકારક તો એ છે કે આપ જેવાને સમ્યકજ્ઞાનના બીજની, પરાભક્તિના મૂળની પ્રાપ્તિ છતાં ત્યાર પછીનો ભેદ કેમ પ્રાપ્ત નથી હોતો?
તે પ્રત્યે અખંડ લયરૂપ વેરાગ્ય ઊપજવો જોઈએ અને વર્ધમાન થવો જોઈએ.
૨૫૫
સુખના સિંધુ શ્રી સહજાનંદજી, જગજીવન કે જગવંદજી; શરણાગતના સદા સુખકંદજી, પરમસ્નેહી છો (!) પરમાનંદજી.
(નિષ્કુલાનંદજી) આપ સહજાનંદજી છો, સુખના સમુદ્ર સમાન છો. આખા જગતનું જીવન છો, આપને આખું
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org