________________
૪૬
શિક્ષામૃત
ગયા છે. ધર્મ નથી. પંથ થઈ ગયા છે. ત્યારે કૃપાળુદેવ તો એમ કહે છે કે મોક્ષનો માર્ગ તો એક જ છે. ઋષભદેવ ભગવાનના વખતમાં જે મોક્ષમાર્ગ હતો એ જ શાંતિનાથ ભગવાનના વખતમાં હતો; એ જ નેમિનાથ ભગવાનના વખતમાં હતો, એ જ પાર્શ્વનાથ ભગવાનના વખતમાં હતો અને મહાવીર સ્વામીના વખતમાં પણ એ જ મોક્ષમાર્ગ હતો. ગણધરોના વખતમાં પણ એ જ ધર્મ હતો. પરંપરાએ જે આચાર્યો થયા, સોળમા સૈકા સુધી એ જ માર્ગ હતો મોક્ષમાર્ગ બે નથી. દિગંબર એમ કહે છે કે અહીં આવો તો તમારું કલ્યાણ થાય. શ્વેતાંબર મૂર્તિપૂજક એમ કહે છે કે અહીં આવો તો કલ્યાણ થાય. તેરાપંથી પણ એમ જ કહે છે. સ્થાનકવાસી, છકોટી, આઠકોટી, બધા એમ જ કહે છે કે અહીં આવો તો તમારું કલ્યાણ થાય. તો આમાં ક્યાં જવું ? શ્રી આનંદઘનજીએ પોતાના એક સ્તવનમાં આવી મૂંઝવણ સરસ રીતે રજૂ કરી છે.
જ્યાં સુધી અનંતાનુબંધી કષાય (અનંતાનુબંધી ક્રોધ-માન-માયા-લોભી જાય નહીં ત્યાં સુધી જન્મમરણના ફેરા ટળે નહીં. એ જાય ક્યારે ? એ જવા બહુ મુશ્કેલ છે. પણ જ્યારે આપણને સમ્યક દર્શન પ્રાપ્ત થાય ત્યારે જાય. સમ્યક દર્શન પ્રાપ્ત ક્યારે થાય ? જ્યારે આપણે સપુરુષને ઓળખી સત્ માર્ગને જાણીએ અને એ જ પ્રમાણે પુરુષાર્થ કરીએ ત્યારે પ્રાપ્ત થાય. જો સાચો માર્ગ શોધી કાઢે અને ત્યાં વળગી પડે (તને આરાધે) તો અનંતાનુબંધી કષાય જાય અને સમ્યગદર્શન થાય.
૪. જ્ઞાનની પ્રાપ્તિ જેણે ઇચ્છવી તેણે જ્ઞાનીની ઇચ્છાએ વર્તવું એમ જિનાગમાદિ સર્વ શાસ્ત્ર કહે છે.
જેણે જ્ઞાન મેળવવું હોય એણે કોની ઇચ્છા મુજબ વર્તવું ? જ્ઞાનીની ઇચ્છા મુજબ વર્તવું. પોતાની ઇચ્છા મુજબ વર્તે એ સ્વચ્છંદી કહેવાય. અને સ્વચ્છંદીપણું હોય ત્યાં સુધી કર્મ કપાય નહીં, જ્ઞાન થાય નહીં. એકલા જિનેશ્વર ભગવાનનાં આગમો નહીં, પણ હિન્દુ ધર્મનાં શાસ્ત્રો જેવાં કે સાંખ્યમતવાળા હોય, યોગમતવાળો હોય, પૂર્વ મીમાંસા કે ઉત્તર મીમાંસા હોય, અથવા બદ્ધ દર્શન હોય, બધા આમ જ કહે છે કે
પોતાની ઇચ્છાએ પ્રવર્તતાં અનાદિકાળથી રખડ્યો.
અત્યાર સુધી શું કામ રખડીએ છીએ ? આ ધર્મની બાબતમાં આપણને ગમ્યું એ ખરું એમ કહી આંખો મીંચીને કર્યા જઈએ છીએ માટે રખડીએ છીએ. જ્યાં સુધી સાચો માર્ગ મળે નહીં ત્યાં સુધી રખડવાનું છે. સાચા માર્ગની શોધ તો કરવી જોઈએ.
૫. જ્યાં સુધી પ્રત્યક્ષ જ્ઞાનની ઇચ્છાએ, એટલે આજ્ઞાએ નહીં વર્તાય, ત્યાં સુધી અજ્ઞાનની નિવૃત્તિ થવી સંભવતી નથી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org