________________
શ્રી વચનામૃતજી
४७
પ્રત્યક્ષ શબ્દ લખ્યો છે. એટલે અરિહંત ભગવાનની ઇચ્છાએ અથવા દેહધારી જ્ઞાની મહાત્માની ઇચ્છીએ એટલે આજ્ઞાએ નહીં વર્તાય ત્યાં સુધી અજ્ઞાનરૂપી અંધારું જશે નહીં, પ્રકાશ થશે નહીં.
૭. જ્ઞાનીની આજ્ઞાનું આરાધન તે કરી શકે કે જે એક નિષ્ઠાએ, તન, મન, ધનની આસક્તિનો ત્યાગ કરી તેની ભક્તિમાં જોડાય.
તેની એટલે કોની ? તે જ્ઞાનીની, તે સંતપુરુષની, તે મહાત્માની ભક્તિમાં જોડાય. ૭. જો કે જ્ઞાની ભક્તિ ઇચ્છતા નથી, પરંતુ મોક્ષાભિલાષીને
છે પદના પત્રમાં જે લખ્યું છે એ જ અહીં લખ્યું છે. જેને મોક્ષ મેળવવાની ઇચ્છા છે એણે જ્ઞાનીની ભક્તિ અવશ્ય કર્તવ્ય છે.
તે કર્યા વિના ઉપદેશ પરિણમતો નથી, અને મનન તથા નિદિધ્યાસનાદિનો હેતુ થતો નથી, માટે મુમુક્ષુએ જ્ઞાનીની ભક્તિ અવશ્ય કર્તવ્ય છે એમ સત્પુરુષોએ કહ્યું છે.
કૃપાળુદેવ પોતે નથી લખતા કે આ હું કહું છું પણ એમ કહે છે કે અત્યાર સુધીના સપુરુષો આમ કહી ગયા છે. -
૮. આમાં કહેલી વાત સર્વ શાસ્ત્રને માન્ય છે. બધાં શાસ્ત્રોને આ હું કહું છું એ માન્ય છે. કોઈ શાસ્ત્રોને આથી વિરોધ નથી . ૯. ઋષભદેવજીએ અઠ્ઠાણું પુત્રોને ત્વરાથી મોક્ષ થવાનો એ જે ઉપદેશ કર્યો હતો.
અઠ્ઠાણું પુત્રો ઋષભદેવજી પાસે ગયા હતા, મોક્ષ માગવા નહીં પણ રાજ માગવા માટે. તેઓ કહે આ ભરતે અમને હેરાન કરે છે, એને કાંઈ કહો તે અમારા રાજ ભોગવવા દેતો નથી. કહે છે કે આ મારું વડીલપણું સ્વીકારો. તો પછી અમે સ્વતંત્ર રાજા શેના ? ઋષભદેવ ભગવાને કહ્યું કે આ દેહ પડશે ત્યારે આ જમીન સાથે આવશે ? તેઓ કહે “ના”. ત્યારે રાજ સાથે આવશે ? તો કહે “ના'. તો પછી આ કાયમ જે સાથે આવે એવું રાજ હું તમને આપું એ લો ને ! હું તમને કાયમનું રાજ આપું એ સ્વીકારોને ! મોક્ષનું સુખ આપું. જે સુખ કરતાં આ દુનિયામાં મોટું સુખ નથી અને એ સુખ આવ્યા પછી જાય નહીં એમ ઋષભદેવજીએ કહ્યું એટલે અઠ્ઠાણું પુત્રો એમના શિષ્ય થઈ ગયા. તેઓ ગયા હતા રાજ લેવા, પણ પછી તેમણે મોક્ષની આરાધના શરૂ કરી દીધી.
૧૦. પરીક્ષિત રાજાને શુકદેવજીએ એ જ ઉપદેશ કર્યો છે. - રાજાનું કે રાણીનું મરણ થાય, ત્યારે એની પાછળ ગરુડ પુરાણ બેસાડવાની પરંપરા છે. એ ગરુડપુરાણ સાત દિવસ વંચાય. એમાં આ પરીક્ષિત રાજાને શુકદેવજીએ એ જ ઉપદેશ કર્યો હતો.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org