________________
શિક્ષામૃત
એટલે શુષ્કતાદિ દોષો ઉત્પન્ન થતા નથી; અને ભક્તિમાર્ગ પ્રત્યે પણ જુગુપ્સિત થતા નથી. સ્વાભાવિક આત્મદશા સ્વરૂપલીનતા પામતી જાય છે. જ્યાં અર્હતાદિના સ્વરૂપધ્યાનાલંબન વગર વૃત્તિ આત્મકારતા ભજે છે. (પત્રાંક : ૭૫૩)
૨૪
५४
પક્ષપાતો ન મે વીરે, ન દ્વેષઃ કપિલાદિષુ । યુક્તિમદ્રચનં યસ્ય, તસ્ય કાર્યઃ પરિગ્રહઃ ॥
મને વીર ભગવાન પ્રત્યે પક્ષપાત નથી તેમજ કપિલ આદિ ઋષિઓ પ્રત્યે દ્વેષ પણ નથી. પણ જેનું વચન યુક્તિવાળું (ગુરુગમવાળું) છે તે વચનને હું ગ્રહણ કરું છું. પરમ કૃપાળુદેવ કેવા માધ્યસ્થ ભાવવાળા હતા તેનો આ ગાથા પુરાવો આપે છે.
(શ્રી હરિભદ્રાચાર્ય)
Jain Education International
એગં જાણઈ સે સવ્વ જાણઈ, જે સળં જાણઈ સે એગં જાણઈ (આચારાંગ સૂત્ર) (૧. પ. ૧૮૯)
એકને જાણ્યો તેણે સર્વ જાણ્યું, જેણે સર્વને જાણ્યું તેણે એકને જાણ્યો. એક આત્મા જ્યારે જાણવા માટે પ્રયત્ન કરશે, ત્યારે સર્વ જાણ્યાનું પ્રયત્ન થશે; અને સર્વ જાણ્યાનું પ્રયત્ન એક આત્માને જાણવાને માટે છે.
૭૭
“સુખકી સહેલી છે, અકેલી ઉદાસીનતા” અધ્યાત્મની જનની તે ઉદાસીનતા.
જો આપણે ધર્મ પામવો હોય તો ઉદાસીનતાનો ભાવ-ગુણ આપણામાં પ્રગટવો જોઈએ. હર્ષના પ્રસંગોમાં હર્ષ ન થાય અને દુઃખના પ્રસંગોમાં શોક ન થાય તેને ઉદાસીનતા કહેવામાં આવે છે. અધ્યાત્મ માર્ગને સિદ્ધ કરવો હોય તો તેની માતા આ ઉદાસીનતા જ છે. આવી ઉદાસીનતા પ્રાપ્ત થયે કામ ઝડપથી થાય. સુખની સહેલી ઉદાસીનતા જ છે. અધ્યાત્મ માર્ગની જન્મદાતા ઉદાસીનતા છે.
લઘુ વયથી અદ્ભુત થયો, તત્ત્વજ્ઞાનનો બોધ; એ જ સૂચવે એમ કે, ગતિ આગતિ કાં શોધ ? ૧
For Personal & Private Use Only
www.jainelibrary.org