________________
શ્રી વચનામૃતજી
૨૫
નાની વયમાં જ તત્ત્વજ્ઞાનનો બોધ થયો એ જ પ્રમાણિત કરે છે કે પૂર્વ જન્મ હતો અને હવે પણ આત્મા રહેશે જ. નાની ઉંમરમાં જ આ તત્ત્વજ્ઞાન પ્રાપ્ત થયું તે જ દર્શાવે છે કે પૂનર્જન્મ છે. ૧
જે સંસ્કાર થવો ઘટે, અતિ અભ્યાસે કાય;
વિના પરિશ્રમે તે થયો, ભવશંકા શી ત્યાંય? ૨ જે સંસ્કાર ખૂબ જ અભ્યાસ કરવાથી આવે તે અભ્યાસ કર્યા વગર, (વગર પરિશ્રમે) મહેનત કર્યા વગર પ્રાપ્ત થાય તો એ જ બતાવે છે કે જીવને પૂર્વજન્મ છે. ૨
જેમ જેમ મતિ અલ્પતા, અને મોહ ઉદ્યોત;
તેમ તેમ ભવશંકના, અપાત્ર અંતર જ્યોત. ૩ જેને પોતાની બુદ્ધિની મંદતા હોય અને મોહનો ઘેરાવો વિશેષ હોય, દર્શન અને ચારિત્ર મોહ પ્રબળ હોય તેને ભવ-ભ્રમણની શંકા ઉત્પન્ન થાય. આવા જીવો અધ્યાત્મ માર્ગ માટે અપાત્ર ગણાય છે. ૩
કરી કલ્પના દૃઢ કરે, નાના નાસ્તિ વિચાર;
પણ અસ્તિ તે સૂચવે, એ જ ખરો નિર્ધાર. ૪ કેટકેટલી કલ્પનાઓ કરીને જીવ પોતાનું અસ્તિત્વ નથી, નિયત્વ નથી તેવા વિચારોને દૃઢ કરે છે. પણ સાચી વાત તો એ કે જે કલ્પના થાય છે તે જ અસ્તિત્વ છે, એમ સૂચવે છે. ૪
આ ભવ વણ ભવ છે નહીં, એ જ તર્ક અનુકૂળ;
વિચારતાં પામી ગયા, આત્મધર્મનું મૂળ. ૫ હાલમાં જે ભવ છે એમાંથી પૂર્વના ભવનો તર્ક ઊઠે છે એ જ આત્મધર્મ પામવાનું મૂળ છે. માર્ગ શું છે તે પ્રાપ્ત થઈ જાય છે. ૫
૭૯
જગતમાં ભિન્ન ભિન્ન મત અને દર્શન જોવામાં આવે છે તે દૃષ્ટિભેદ છે.
ભિન્ન ભિન્ન મત દેખીએ, ભેદ દૃષ્ટિનો એહ;
એક તત્ત્વના મૂળમાં, વ્યાપ્યા માનો તેહ. ૧ અત્યારે જુદા જુદા ધર્મના ભેદ દેખાય છે. કારણ દૃષ્ટિભેદ છે. આંખો ઉપર કાળા ચશ્મા પહેર્યા હોય તો કાળું દેખાય, રાતા પીળા રંગના પહેર્યા હોય તો તેવું દેખાય. એમ જુદી જુદી બુદ્ધિ પ્રમાણે જુએ એટલે ભેદ પડ્યા છે. પણ એ બધા એક તત્ત્વના મૂળમાં જ સમાયેલા છે. દષ્ટિભંદથી જુદા જુદા જણાય છે. ૧
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org