________________
શ્રી વચનામૃતજી
૨૭
પ્રકારની ગ્રંથિ ન હોય તેઓને પરમ પુરુષ-પરમાત્મા કહેવામાં આવે છે. પણ તે જો સરળતા આવે તો સમજાય. ૫
બાહ્ય પરિગ્રહ ગ્રંથિ છે, અત્યંતર મિથ્યાત્વ;
સ્વભાવથી પ્રતિકૂળતા, ................................... ૩ બાહ્ય ગ્રંથિ એ પરિગ્રહની છે જે નવ પ્રકારની છે અને આત્યંતર ગ્રંથિ છે તે ચૌદ પ્રકારની છે. મિથ્યાત્વ વિગેરે છે. સ્વભાવની પ્રતિકૂળતા તે જ નુકસાનકર્તા ભાવ છે. બાહ્ય પરિગ્રહ તે બાહ્ય ગ્રંથિ છે અને મિથ્યાત્વરૂપી આત્યંતર ગ્રંથિ રહેલી છે. આ ગ્રંથિઓ સ્વભાવથી પ્રતિકૂળ ભાવામાં જ હોય. ૬
ધર્મો જુદા જુદા જોવામાં આવે છે. તેનું કારણ એ છે કે આચાર્યોમાં મતભેદ ઊભા થવાથી ભેદ પડેલા છે. - પરમ કૃપાળુદેવ તો મોક્ષનો માર્ગ એક જ છે એમ કહે છે. શ્રી ઋષભદેવ, શ્રી શાંતિનાથ, શ્રી નેમિનાથ, શ્રી પાર્શ્વનાથ તથા શ્રી મહાવીર ભગવાનના સમયમાં હતો. ગણધર પાસે પણ એ જ હતો. ૧૬મા સૈકા સુધી આ માર્ગ ચાલ્યો આવતો હતો એ માર્ગ લોપ થઈ ગયો છે. પણ એ જ માર્ગ આનંદઘનજી મહારાજ, દેવચંદ્રજી મહારાજ, યશોવિજયજી મહારાજ, મોહનવિજયજી મહારાજ મૂકી ગયા છે. એ માર્ગની કાળના પ્રભાવે સાચી સમજણ નથી. સાચો માર્ગ હાથ આવે તો કામ થાય. આવો માર્ગ પરમ કૃપાળુદેવ ૧૨૫ વર્ષ પહેલાં મૂકી ગયા, એ માર્ગ પ્રગટ કરતા ગયા. વળી તે માર્ગ ગુજરાતીમાં મૂકતા ગયા.
જુદી જુદી દષ્ટિથી જુદા જુદા મત-પંથ દેખાય છે તે જોવાની ભિન્ન ભિન્ન દૃષ્ટિને કારણે જ છે. આ બધા જ મત-પંથ એક તત્ત્વના મૂળમાં (આત્મામાં જ) રહેલા છે.
મિથ્યાત્વ ગ્રંથિ છેદવાથી જન્મ-મરણ ટળી જાય. સત્ જેને પ્રાપ્ત છે તેને શોધી કાઢો અને પુરુષાર્થ કરો.
કૃપાળુદેવ લખે છે : તે પવિત્ર દર્શન થયા પછી ગમે તે વર્તન હો, પરંતુ તેને તીવ્ર બંધન નથી.
ગુરુગમ મળે ત્યાર પછી સમક્તિ પ્રાપ્ત થાય, ત્યાર પછીની અહીં વાત છે. જેને અનુભવ થયા છે. એનું ગમે તે વર્તન હો પણ એને તીવ્ર બંધન નથી. એને અનંત સંસાર નથી. એનો સંસાર
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org