________________
૩૧
શ્રી વચનામૃતજી ઓર-સ્થિતિ; બંધન-મુક્ત-મોક્ષરૂપ સ્થિતિ પામી શકાય છે. બીજી સમજણ પછીથી કહીશ કે જ્યારે તારું ચિત્ત એકાગ્ર-સ્થિર થશે. આ
૫. જહાં રાગ અને વળી દ્વેષ, તહાં સર્વદા માનો ક્લેશ;
ઉદાસીનતાનો જ્યાં વાસ, સકળ દુઃખનો છે ત્યાં નાશ. ૧ સર્વ કાલનું છે ત્યાં જ્ઞાન, દેહ છતાં ત્યાં છે નિર્વાણ;
ભવ છેવટની છે એ દશા, રામ ધામ આવીને વસ્યા. ૨ જ્યાં રાગ અને દ્વેષ છે ત્યાં હમેશાં ક્લેશ જ રહેલો છે. જ્યાં અંતરમાં ઉદાસીનતા પ્રગટે કે તુરત જ સકળ દુઃખનો નાશ થઈ જાય છે. પછી તેને સર્વકાળનું જ્ઞાન હોય છે. અને દેહ છતાં નિર્વાણનું સુખ તે ભોગવતો હોય છે. છેલ્લા ભવમાં આવી દશા પ્રાપ્ત થાય છે અને રામે (આત્માએ) જીવન મુક્ત દશા પ્રાપ્ત કરી લીધી છે. ૫
૧૧૫
सहु जोगं पडुच्चं अणारंभी, असुहजोगं
पडुच्चं आयारंभी, परारंभी, तदुभयारंभी. શુભ યોગમાં રહેલા આત્મા અણારંભી છે, અશુભ યોગમાં રહેલ આત્મા આરંભી-પરારંભી છે. તદુભયારંભી એટલે આત્મારંભી અને પરારંભી.
અહી શુભ એટલે પરિણામિક શુભ. પરિણામિક એટલે જે પરિણામે શુભ વા જેવું હતું તેવું રહેવું છે તે. યોગ એટલે મન, વચન, કાયા.
૧૧૮/૨૯૬ ન છિનરૂં.. (આચારાંગસૂત્ર-અધ્યયન-૩ ઉદ્દેશક ૩) બેના અંતમાં રહેલ જે વસ્તુ તે છેદ્યો છેદાય નહીં, ભેદ્યો ભેદાય નહીં તેવો આત્મા.
૧૨૪ जणं जणं दिसं इच्छइ तणं तणं दिसं अप्पडिबद्ध જે જે દિશા ભણી જવું ઇચ્છે તે તે દિશા જેને અપ્રતિબદ્ધ અર્થાત્ ખુલ્લી છે. (રોકી શકતી નથી).
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org