________________
શ્રી વચનામૃત
૩૩
પૂર્વ પુણ્યના ઉદયને કારણે આ મનુષ્યભવમાં સદ્ગુરુનો યોગ પ્રાપ્ત થયો. અને તેનાં અમૃતરૂપી વચનો શ્રવણ કરતાં અને તે પ્રમાણે સ્થિતિ કરતાં હૃદયમાં જે શોક ભર્યો હતો તેનો નાશ થયો અને આનંદ વ્યાપ્યો. ૨
નિશ્ચય એથી આવિયો, ટળશે અહીં ઉતાપ,
નિત્ય કર્યો સત્સંગ મેં, એક લક્ષથી આપ. ૩ સદ્ગની પ્રાપ્તિ થવાથી હવે નિશ્ચય થયો છે કે તેમના આશ્રમમાં રહેવાથી સંસાર પરિભ્રમણરૂપી જે ઉતાપ-તાપ છે તે ટળી જશે. તેથી તેનો સત્સંગ નિત્યપણે અને એ એક જ લક્ષથી–મોક્ષ મેળવવારૂપ લક્ષથી જ કર્યો છે. ૩
૧૫૭ રોજનીશી
(3) આ પત્રમાં ગુરૂગમ ગાયો છે. ભગવાન મહાવીરસ્વામી બોલ્યા છે. આ પ્રમાણે “ચમર” નામનો અધિકાર ભગવતીસૂત્રમાં છે. એમાં આ ઉલ્લેખ છે. કૃપાળુદેવનું વર્ષ ર૩મું છે. હજી અમને જ્ઞાન મળ્યું નથી. તેઓ એ મેળવવા માટે શોધ કરે છે. એમને ખબર છે કે મનસુખરામ સૂર્યરામ પાસે ‘જ્ઞાન છે પણ એમની પાસે લેવા જવું મુશ્કેલ છે, એટલે મનસુખરામ સૂર્યરામ ત્રિપાઠી સાથે પત્રવ્યવહાર શરૂ કર્યો છે, કે હું બે ત્રણ મહિના થયા આ ગોતવા નીકળ્યો છું અને અમન પાતે કાગળમાં લખે છે કે નથી જ મોક્ષ છે એમ હું માનતો નથી. વીતરાગતા પ્રાપ્ત થાય, પ્રગટ થાય, રાગદ્વેષ જાય તો મોક્ષ છે એમ હું માનું છું એટલે તમે મને કાંઈ કહેતાં જરા પણ લાભ નહીં પામાં એટલા માટે આ લખી મોકલું છું.
હવે આ ગુરૂગમ વિશેનો ઉલ્લેખ છે તે જુઓ :
હે ગૌતમ ! તે કાળ અને તે સમયમાં સ્વસ્થ અવસ્થાએ, હું એકાદશ વર્ષની પર્યાયે, છઠ્ઠ છ સાવધાનપણે, નિરંતર તપશ્ચર્યા અને સંયમથી આત્મતા ભાવતાં, પૂર્વાનુપૂર્વીએ ચાલતાં, એક ગામથી બીજે ગામ જતાં, જ્યાં સુષુમારપુર નગર, જ્યાં અશોક વનખંડ બાગ, જ્યાં અશોકવર પાદ૫, જ્યાં પૃથ્વીશિલાપટ્ટ, ત્યાં આવ્યો; આવીને અશોકવર પાદપની નીચે, પૃથ્વીશિલાપટ્ટ પર અષ્ટમભક્ત ગ્રહણ કરીને, બંને પગ સંકોચીને, લાંબા કર કરીને, એક પુલમાં દૃષ્ટિ અડગ સ્થાપીને, અનિમેષ નયનથી, જરા શરીર નીચું આગળ ઝૂકી રાખીને, યોગની સમાધિથી, સર્વ ઇંદ્રિયો ગુપ્ત કરીને, એક રાત્રિની મહા પ્રતિમા ધારણ કરીને, વિચરતો હતો. (ચમર)૧
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org