________________
શ્રી વચનામૃતજી
ઉઘાડ થતો જાય છે, એ તો એકદમ ઊંચે ચડ્યા. એમને તો દૂધમાં જેમ ઝામણ (-મેળવણ) નાખે ને દહીં થાય, એટલી જ વાર હતી.
હું ધારું છું કે કેવળજ્ઞાન સુધીની મહેનત કરી અલેખે તો નહીં જાય. મોક્ષની આપણને કાંઈ જરૂર નથી. નિશંકપણાની, નિર્ભયપણાની, નિર્મઝનપણાની અને નિઃસ્પૃહપણાની જરૂર હતી તે ઘણે અંશે પ્રાપ્ત થઈ જણાય છે. અને પૂર્ણ અંશે પ્રાપ્ત કરાવવાની કરુણાસાગર ગુપ્ત રહેલાની કૃપા થશે એમ આશા રહે છે. છતાં વળી એથીયે અલૌકિક દશાની ઇચ્છા રહે છે.
૩૭
પહેલાં ઉપર લખે છે કે કાંઈ ઇચ્છા નથી; તો પણ પછી એમ લખે છે કે એથીય વધારે અલૌકિક દશાની ઇચ્છા રહે છે.
ત્યાં વિશેષ શું કહેવું ? અનહદ ધ્વનિમાં મણા નથી.
આ સાધના જે કરતા હોય એને અનહદ-અનાહત ધ્વનિ કાનમાં સંભળાય. અનહદ ધ્વનિ કેવો હોય ? દેરાસરમાં ઘંટ હોય તે આપણે વગાડીએ તો ઘન ન ન કરી અને પાછળ જે ઘ... ન... ન... ન...ન... અવાજ થાય. એવો અનાહત નાદ કાનમાં સંભળાય. જેમ જેમ આત્માના પ્રદેશાં સ્થિર થતા જાય તેમ તેમ એ નાદ, અનહદ નાદ સંભળાય.
પણ ગાડીઘોડાની ઉપાધિ શ્રવણનું સુખ થોડું આપે છે.
જ્યારે અનહદ નાદ શરૂ થાય ત્યારે રસ્તા ઉપર ઘોડાગાડીનો અવાજ શરૂ થાય એથી અનહદ નાદમાં ખલેલ પડે છે. એમ કૃપાળુદેવે લખ્યું છે.
નિવૃત્તિ વિના અહીં બીજું બધુંય લાગે છે. જગતને, જગતની લીલાને બેઠાં બેઠાં મફતમાં જોઈએ છીએ. આપની કૃપા ઇચ્છું છું.
વિ. આજ્ઞાંકિત રાયચંદના પ્રણામ.
१५५
સત્ પુરુષના એકેક વાક્યમાં, એકેક શબ્દમાં અનંત આગમ રહ્યા છે, એ વાત કેમ હશે ? નીચેનાં વાક્યો પ્રત્યેક મુમુક્ષઓને મેં અસંખ્ય સત્પુરુષોની સંમતિથી મંગળરૂપ માન્યાં છે,
૧. માયિક સુખની સર્વ પ્રકારની વાંછા ગમે ત્યારે પણ છોડ્યા વિના છૂટકો થવો નથી; તો જ્યારથી એ વાક્ય શ્રવણ કર્યું, ત્યારથી જ તે ક્રમનો અભ્યાસ કરવો યોગ્ય જ છે એમ સમજવું.
૨. કોઈપણ પ્રકારે સદ્ગુરુનો શોધ કરવો, શોધ કરીને તેના પ્રત્યે તન, મન, વચન અને
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org