________________
શિક્ષામૃત
જે સસ્વરૂપ તે જેના હૃદયમાં પ્રકાશ્ય છે એવા મહાભાગ્ય જ્ઞાનીઓની અને આપની (સોભાગભાઈની) અમારા ઉપર કૃપા વર્તો. અમે તો તમારી ચરણરજ છીએ. (પત્રાંક ૨૦૧)
અમને તમારો મોટો ઓથ આ કાળમાં મળ્યો અને તેથી જ જીવાય છે. (પત્રાંક ૨૧૫) સત્સત્ એનું રટણ છે અને સસ્તું સાધન તમે ત્યાં છો. અધિક શું કહીએ? (પત્રાંક) (૨૧૭)
તમે અમારે માટે જન્મ ધર્યો હશે એમ લાગે છે. તમે અમારા અથાગ ઉપકારી છો. તમે અમને અમારી ઇચ્છાનું સુખ આપ્યું છે, તે માટે નમસ્કાર સિવાય બીજો શું બદલો વાળીએ ? (પત્રાંક ર૫૯)
વર્ષ બદલાય એટલે કૃપાળુદેવ પહેલો કાગળ સોભાગભાઈને લખે. સોભાગભાઈનો દેહ રહ્યો ત્યાં સુધી એમને કૃપાળુદેવે એ પ્રમાણે પત્ર લખ્યો છે. આ પત્ર જ્ઞાનપાંચમના દિવસે લખેલો છે. તેઓ લખે છે કે :
પરમ પૂજ્ય-કેવળબીજ સંપન્ન,
જેની પાસે કેવળનું બીજ છે, જેણે એ પ્રાપ્ત કર્યું છે એવા. એ કેવલબીજ કોનું નામ ? ગુરુગમતું. એમાંથી જ કેવળ વૃક્ષ થાય.
સર્વોત્તમ ઉપકારી શ્રી સૌભાગ્યભાઈ, મોરબી. આપના પ્રતાપે અત્ર આનંદવૃત્તિ છે. પ્રભુ પ્રતાપે ઉપાધિજન્ય વૃત્તિ છે.
આપનો યોગ થવાથી મને જે આત્મદશાનું સ્મરણ થયું છે, તેથી આનંદવૃત્તિ છે. અહીં પ્રભુ પ્રતાપ એટલે પ્રારબ્ધ. મારો પ્રારબ્ધ ઉદય એવો છે કે મને પ્રવૃત્તિ બહુ છે. એટલે મારા મન, વચન, કાયાના યોગ એ ઉપાધિમાં છે.
ભગવાન પરિપૂર્ણ સર્વગુણસંપન્ન કહેવાય છે. તથાપિ એમાંય અપલક્ષણ કંઈ ઓછાં નથી ! વિચિત્ર કરવું એ જ એની લીલા ! ત્યાં અધિક શું કહેવું!
સોભાગભાઈ પાસે જ્ઞાન હતું, બાકી યથાર્થ બોધ ન મળે, વૈરાગ્ય ન મળે, ઉપશમ ન મળે, એટલે કૃપાળુદેવે એક નિર્ણય કરેલો કે હવે એમને ઊંચા લેવા માટે યથાર્થ બોધ આપવો, ઉપશમ અને વૈરાગ્ય વધે એવો બોધ આપવો. છેવટે સોભાગભાઈએ દેહ ત્યાગ કર્યો એ પહેલાં એમને આત્મસાક્ષાત્કાર થઈ ગયો હતો. એ પોતે લખે છે કે દિન આઠ થયા બે ફાટ દર્શન થયાં છે. આટલે સુધી સોભાગભાઈને પહોંચાડવા માટે એમણે મહેનત કરી.
સર્વ સમર્થ પુરુષો આપને પ્રાપ્ત થયેલા જ્ઞાનને જ ગાઈ ગયા છે. એ જ્ઞાનની દિન પ્રતિદિન આ આત્માને પણ વિશેષતા થતી જાય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org