________________
શિક્ષામૃત
આત્માથી અર્પણબુદ્ધિ કરવી, તેની જ આજ્ઞાનું સર્વ પ્રકારે નિઃશંકતાથી આરાધન કરવું; અને તો જ સર્વ માયિક વાસનાનો અભાવ થશે એમ સમજવું.
૩૮
૩. અનાદિ કાળના પરિભ્રમણમાં અનંત વાર શાસ્ત્ર-શ્રવણ, અનંત વાર વિદ્યાભ્યાસ, અનંત વાર જિનદીક્ષા, અનંતવાર આચાર્યપણું પ્રાપ્ત થયું છે. માત્ર ‘સત્’ મળ્યા નથી, ‘સત્’ સુણ્યું નથી અને ‘સત્’ શ્રધ્યું નથી, અને એ મળ્યું, એ સુણ્યે, અને એ શ્રધ્યે જ છૂટવાની વાર્તાનો આત્માથી ભણકાર થશે.
૪. મોક્ષનો માર્ગ બહાર નથી, પણ આત્મામાં છે. માર્ગને પામેલો માર્ગ પમાડશે.
૫. બે અક્ષરમાં માર્ગ રહ્યો છે, અને અનાદિ કાળથી એટલું બધું કર્યા છતાં શા માટે પ્રાપ્ત થયો નથી તે વિચારો.
આ પત્રમાં મોક્ષમાર્ગ બતાવ્યો છે; અને તેમાં કલમ નં. ૨ અને ૪ ઉપર વધારે ધ્યાન આપવા જેવું છે.
૧૬૮
એનું સ્વપ્ન જો દર્શન પામે રે, તેનું મન ન ચઢે બીજે ભામે રે; થાય કૃષ્ણનો લેશ પ્રસંગ રે, તેને ન ગમે સંસારનો સંગ રે. ૧
હસતાં રમતાં પ્રગટ હરિ દેખું રે, મારું જીવ્યું સફળ તવ લેખું રે; મુક્તાનંદનો નાથ વિહારી રે, ઓધા જીવનદોરી અમારી રે. ૨
જેને આત્માનું દર્શન સ્વપ્ન અવસ્થામાં પણ થઈ જાય અથવા આત્માના અનુભવનો સહેજ સ્પર્શ થઈ જાય તો પછી તેનું મન સંસાર ભાવોમાં ભટકતું નથી. તેમાં લેપાય નહીં અને પોતાના સ્વરૂપ તરફ જ વૃત્તિ કરી તેમાં રહેવાનો પ્રયત્ન કરે છે. જેને આત્માના અંશોનો સદ્ગુરુ દ્વારા અનુભવ થાય છે તેને સંસારીનો સંગ ગમતો નથી. મહાત્માનો ભેટો થઈ જાય પછી સંસારીનો સંગ ગમતો નથી. ૧
Jain Education International
કોઈપણ પ્રવૃત્તિ કરતાં કરતાં, હાલતાં ચાલતાં હિરની (આત્માની) અનુભૂતિ રહ્યા કરે એટલે કે આત્માની સ્મૃતિ જેમની તેમ રહે ત્યારે મારું જીવન કૃતાર્થ થયું ગણીશ. સફળ થયું ગણીશ. મુક્તાનંદનો નાથ જે વિચરી રહ્યા છે તે કૃષ્ણ શિષ્ય ઓધવજી એમ કહે છે કે ભગવાન અમારી જીવનદોરી છે એટલે તેવી સ્થિતિ પ્રાપ્ત કરવા માટે અમારે જરૂ૨ છે સદ્ગુરુની. સદ્ગુરુ-સંત જ અમારી જીવાદોરી છે. ૨
For Personal & Private Use Only
www.jainelibrary.org