________________
શ્રી વચનામૃતજી
સખા હતા. પરમ સખા એટલે એ બંનેના હૃદયની વચ્ચે પડદો ન હતો. બંનેનાં દિલ એક જ હતાં. કૃપાળુદેવને એમ થતું હતું કે આ વનની મારી કોયલ, મારો જન્મ અત્યારે કેમ થયો ? આ કાળમાં કોની પાસે મોઢું ઉઘાડવું ? એમને ઉદયમાં ગૃહસ્થવાસ હતો અને વેપાર પણ હતો. એ જમાનો એવો હતો કે જેને ગૃહસ્થવાસ હોય કે વેપાર હોય એ ધર્મની વાત કરે તો લોકો કહેતા કે હજી સંસારમાં પડ્યા છે અને ધર્મની વાત કરવા આવે છે. એટલા માટે એમના મુમુક્ષુઓ-ખંભાતમાં હતા, ચૌદ ઘર અને સાત મુનિઓ-એમને તેડાવે કે આપ ખંભાત પધારો, તો તેઓ જતા ન હતા. તેઓ કહે કે હજી હું તૈયાર થાઉં છું. તમે પણ તૈયા૨ થાઓ. આ લોકો મુંઝાયા. કૃષ્ણદાસ અને આ બધા કહે કે તો અમે મુંબઈ આવીએ. તો કૃપાળુદેવ કહે કે મુંબઈ તો અનાર્યભૂમિ છે. એ બધાને તેમણે કબી૨પંથીના એક મહંત પાસે મળવા જવાનું સૂચવ્યું અને લખ્યું કે તમે કહેજો કે એક પરમ પુરુષ, એક મહાત્માએ ભલામણ કરી છે કે તમને મળવું. મારું નામ આપશો નહીં. મારી ઓળખાણ આપશો નહીં. પણ એ ધર્મની વાત સોભાગભાઈને લખે કે કાંઈ જ્ઞાનવાર્તા લખજો. અને દેશમાં જતી વખતે અગર તો આવતી વખતે સાયલા એક ફેરે તો ઊતરે જ. સાંભાગભાઈ સાથે સાયલામાં વધારેમાં વધારે દસ દિવસ રહ્યા છે. સોભાગભાઈ કૃપાળુદેવ કરતાં લગભગ બમણી ઉંમરના હતા, છતાં સખા હતા. એમનું પૂર્વ ભવનું આ આધ્યાત્મિક ઋણાનુબંધ હતું. એટલે સાત વર્ષ એ બંન્નેનો આધ્યાત્મિક સંબંધ રહ્યો, એમાં કુલ ૫૬૦ દિવસ કૃપાળુદેવ અને સાંભાગભાઈ ભેગા રહ્યા છે. વર્ષમાં સરેરાશ એંશી દિવસ ભેગા રહ્યા હતા. એ જ્યાં જાય ત્યાં એ ભેગા જ રહે . કૃપાળુદેવે વડવામાં અને રાળજમાં ‘હે પ્રભુ, હે પ્રભુ’ લખ્યું, ‘યમનિયમ’ લખ્યું અને ‘ક્ષમાપના’ લખી એ બધું સોભાગભાઈને આપીને કહ્યું કે ‘તમે ખંભાત જાઓ અને મુનિને આપી આવ્યું. મુનિને કહેજો કે તમને જે યોગ્ય જીવ લાગે એને આ મંત્ર આપજો.’ હવે આત્મસિદ્ધિ જે સ્વયં શાસ્ત્ર છે, સ્વતંત્ર ગ્રંથ છે, જે એક જ યથાર્થ સમજ્યા હોઈએ અને એ પ્રમાણે પુરુષાર્થ કરીએ તો આપણે મોક્ષે જઈએ. એ કૃતિ પણ લખી હતી તો સોભાગભાઈ માટે. એમનું નિમિત્ત ન હોત તો આત્મસિદ્ધિશાસ્ત્ર ન હોત.
પૂ. શ્રી સોભાગભાઈ કૃપાળુદેવને સંવત ૧૯૪૬ના ભાદરવા વદમાં મળ્યા. તેઓ માર્ગની શોધમાં નીકળ્યા હતા. કૃપાળુદેવને શ્રી મનસુખરામ સૂર્યરામ પાસે જ્ઞાન છે તેમ ખબર પડવાથી પત્રવ્યવહાર તેમની સાથે કરતા હતા, આ દરમ્યાન પરમકૃપાળુદેવને શ્રી સોભાગભાઈ મળી ગયા.
૩૫
પૂ. શ્રી. સોભાગભાઈ સાથે જ્ઞાનમાર્ગ વિશે વાતચીત થતાં પરમકૃપાળુદેવને આત્મદશાનું સ્મરણ થયું. આ આત્મદશાના સ્મરણની વાતનો પુરાવો પરમકૃપાળુદેવનાં નીચેનાં વાક્યોથી મળે છે.
હે શ્રી સોભાગ ! તારા સત્સમાગમના અનુગ્રહથી આત્મદશાનું સ્મરણ થયું તે અર્થે તને નમસ્કાર હો ! (હાથનોંધ - ૨ - ૨૦. પૃ. ૪૫)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org