________________
શ્રી વચનામૃતજી
સત્ સત્ નિરૂપમ, સર્વોત્તમ શુક્લ, શીતળ, અમૃતમય દર્શનજ્ઞાન; સમ્યક્ જ્યોતિર્મય, ચિરકાળ આનંદની પ્રાપ્તિ, અદ્ભુત સવરૂપદર્શિતાની બલિહારી છે !
જ્યાં મતભેદ નથી; જ્યાં શંકા, કંખા, વિતિગિચ્છા, મૂઢદૃષ્ટિ એમાંનું કાંઈ નથી. છે તે કલમ લખી શકતી નથી, કથન કહી શકતું નથી, મન જેને મનન કરી શકતું નથી. છે તે.
આ અનુભવની વાત છે. સાકરનો સ્વાદ કોણ જાણે ? જેણે સાકર જીભ ઉપર મૂકી હોય તે. એનું વર્ણન વાંચનાર એ સ્વાદને ન જાણી શકે. વળી આત્મસ્વરૂપનું યથાતથ્ય વર્ણન થઈ શકે તેમ જ નથી. અવાચ્ય-અવર્ણનીય છે. માટે છેલ્લે “છે-તે” એમ કહીને મૂકી દીધું છે. આનું નામ જ સમ્યગ્દર્શન છે. દર્શનમોહ જવાનું અને ગ્રંથિભેદ થવાનું આ સાધન છે.
૧૦૭
૧. લોક પુરુષસંસ્થાને કહ્યો, એનો ભેદ તમે કંઈ લહ્યો ? એનું કારણ સમજ્યા કાંઈ, કે સમજાવ્યાની ચતુરાઈ ૧
શરીર પરથી એ ઉપદેશ, જ્ઞાન દર્શને કે ઉદ્દેશ; જેમ જણાવો સુણીએ તેમ, કાં તો લઈએ દઈએ ક્ષેમ. ૨
Jain Education International
આ લોકનું સંસ્થાન (આકાર) શું છે ? તેનો ભેદ તમને કંઈ પ્રાપ્ત થયો છે તે સ્વરૂપ એવું કેમ છે તે કાંઈ સમજાય છે કે તેણે સમજાવવામાં ચતુરાઈ કરી છે. માણસના શરીર ઉપરથી એ સંસ્થાનનો ઉપદેશ કહ્યો છે. માણસ બે પગ પહોળા કરી ઊભો રહી કેડે બે હાથ મૂકી શરીરને સમાંતર ગોઠવી રાખે અને જે આકાર બને તે લોકનું સ્વરૂપ છે. ઉપદેશ જ્ઞાનથી કે ઉદ્દેશથી જેમ તમે સંભળાવો તેમ સાંભળીએ અને ક્ષેમ-કુશળ લહીએ. ૧
૨૯
૨. શું કરવાથી પોતે સુખી ? શું કરવાથી પોતે દુઃખી ? પોતે શું ? ક્યાંથી છે આપ ? એનો માગો શીઘ્ર જવાપ. ૧
પોતે શું કરવાથી સુખી થઈ શકે ? અને શું કરવાથી દુ:ખી થાય ? પોતે કોણ છે ? ક્યાંથી થયો છે ? એને જાણવા માટે ગુપ્ત રીતે શીઘ્ર જવાબ માંગો-શોધો. ૨
૩. જ્યાં શંકા ત્યાં ગણ સંતાપ, જ્ઞાન તહાં શંકા નહિ સ્થાપ; પ્રભુભક્તિ ત્યાં ઉત્તમ જ્ઞાન, પ્રભુ મેળવવા ગુરુ ભગવાન. ૧ ગુરુ ઓળખવા ઘટ વેરાગ્ય, તે ઊપજવા પૂર્વિત ભાગ્ય; તેમ નહીં તો કંઈ સત્સંગ, તેમ નહીં તો કંઈ દુઃખરંગ. ૨
For Personal & Private Use Only
www.jainelibrary.org