________________
૨૬
તેહ તત્ત્વરૂપ વૃક્ષનું, આત્મધર્મ છે મૂળ; સ્વભાવની સિદ્ધિ કરે, ધર્મ તે જ અનુકૂળ. ૨
આ તત્ત્વરૂપ વૃક્ષનું મૂળ આત્મધર્મ છે. જેના વડે જીવ પોતાના આત્મ-સ્વભાવની, સ્વરૂપની સિદ્ધિ કરી શકે તે જ ધર્મ આદરવા યોગ્ય છે. તે તત્ત્વરૂપ વૃક્ષ છે. તેનું મૂળ આત્મધર્મ છે. કોઈપણ દર્શન લો એ બધાના મૂળમાં આત્મધર્મ એક જ છે અને જેના વડે આત્મસ્વરૂપની પ્રાપ્તિ થાય તે જ ધર્મ આદરવો હિતાવહ છે. એ જ ઉપયોગી છે. ૨
પ્રથમ આત્મસિદ્ધિ થવા, કરીએ જ્ઞાન વિચાર; અનુભવી ગુરુને સેવીએ, બુધજનનો નિર્ધાર. ૩
આત્માનો સાક્ષાત્કાર કરવો હોય, આત્માને સિદ્ધ કરવો હોય તો જ્ઞાનનો વિચાર કરવા જોઈએ. પણ આપણને મન મળ્યું છે તેનો ઉપયોગ, વિચાર માટે કરતા જ નથી. આ આત્મધર્મ પામવા માટે જે અનુભવી ગુરુ છે તેના શરણમાં-આશ્રયમાં જવું જરૂરી છે એમ જ્ઞાની ભગવંતો કહી ગયા છે.
સૌથી પ્રથમ આત્માને પ્રગટ કરવા માટે તે જ્ઞાનનો વિચાર કરવો જોઈએ અને જે અનુભવી ગુરુ છે તેના આશ્રયમાં રહેવું જોઈએ. એમ જ્ઞાની પુરુષોએ નિર્ધાર કરેલો છે, તેઓએ આમ કહ્યું માટે એક ભવનો વીમો લઈને સાધના તો કરો. ૩
Jain Education International
શિક્ષામૃત
ક્ષણ ક્ષણ જે અસ્થિરતા, અને વિભાવિક મોહ;
જેનામાંથી ગયા, તે અનુભવી ગુરુ જોય. ૪
આ કડીમાં અનુભવી ગુરુનાં લક્ષણો કહે છે. જેનામાંથી ક્ષણ-ક્ષણની જે બુદ્ધિની- મનની ચંચળતા હતી તે નાશ પામી છે અને દર્શન-મોહ ગયો છે. તે અનુભવી ગુરુ કહેવાય છે. આત્મજ્ઞાની નિગ્રંથ કહેવાય છે. ક્ષણે ક્ષણે મનનાં પરિણામો ચંચળતાને પામ્યા કરે છે. તે અસ્થિર રહેલા છે. “મનઃ વ મનુષ્યાળાં વારનું વંધ મોક્ષયોઃ”. મન એ જ બંધનું કારણ છે અને મન જ મોક્ષ પ્રાપ્ત કરવાનું પણ કારણ છે. વિભાવરૂપી મોહ જેણે દૂર કર્યો છે તેને અનુભવી ગુરુ કહેવામાં આવે છે. ૪
બાહ્ય તેમ અત્યંતરે, ગ્રંથ ગ્રંથિ નહિ હોય; પરમ પુરુષ તેને કહો, સરળ દૃષ્ટિથી જોય. ૫
બાહ્ય અને આત્યંતર ગ્રંથિઓ છે તેને છેદવી જોઈએ- તેનો નાશ કરવો જોઈએ. આ ગ્રંથિઓનો જેનામાંથી સંપૂર્ણ નાશ થઈ ગયો છે તે પરમ પુરુષ-પરમાત્મા થઈ ગયા છે. તે જો દૃષ્ટિ સરળ હોય તો સમજાય. ગ્રંથિ બે પ્રકારની છે. બાહ્ય અને આત્યંતર. તે બેમાંથી કોઈ પણ
For Personal & Private Use Only
www.jainelibrary.org