________________
શ્રી વચનામૃતજી
૧
૭
“શ્રીમદ્ રાજચંદ્ર” શ્રી વથળામૃતજી
૩૯
કૃપાળુદેવ શ્રીમદ્ રાજચંદ્રજી પોતાનો આત્મા પ્રગટ કરીને એકદમ ઊંચી દશાએ ગયા, પણ એ પહેલાં એમને માર્ગની ખબર હતી. એ માર્ગની આપણને પણ ખબર પડવી જોઈએ. તો સૌથી પહેલાં આ માર્ગ શું? એ માટે આત્મા ગુણે અને લક્ષણે કેવો હોય એ પહેલાં જાણવો જોઈએ. ત્યાર બાદ એનો વેદનપણે અનુભવ કરવો જોઈએ. આ મોક્ષ માર્ગ માટે તો કૃપાળુદેવ પોતે આ ૩૯માં પત્રમાં એમ કહે છે કે – “ભાઈ, આ આત્મા તમારા પગથી માથા સુધી સમગ્ર શરીરમાં ભરેલો છે. ટોર્ચ (Torch) જેમ લાઇટ (Light) ફેંકે છે એમ આત્મા ઇન્દ્રિયો દ્વારા પ્રકાશ ફેંક છે કે “જુઓ ! અહીં હું છું.” લખ્યું છે કે :
નેત્રોંકી શ્યામતા વિશે જો પુતલિયાંરૂપ સ્થિત છે, અરુ રૂપકો દેખતા હૈ, સાક્ષીભૂત છે, તો અંતર કેસે નહીં દેખતા?
એ તમને અંદર કેમ નથી દેખાતો ? આ આંખની કીકી મારફત આમ ટોર્ચ(Torch)થી ગમે તે જોવું હોય તે જુએ. આત્માનો તો જ્ઞાતા-દ્રષ્ટા સ્વભાવ છે. દ્રષ્ટા સ્વભાવે એ આંખો દ્વારા દેખે છે. એ આ જગત આખું જુએ છે, જોનાર અંદર છે. એ તમને કેમ દેખાતો નથી ?
જો ત્વચા વિશે સ્પર્શ કરતા હૈ, શીતઉષ્ણાદિકો જાનતા હૈ, એસા સર્વ અંગ વિશે વ્યાપક અનુભવ કરતા હે; જેસે તિલ વિશે તેલ વ્યાપક હોતા હૈ.
તલમાં જેમ તેલ વ્યાપક છે એમ આત્મા આખા શરીરમાં વ્યાપી રહેલો છે.
તિસકા અનુભવ કોઊ નહીં કરતા.? * એનો અનુભવ કેમ નથી કરતા? આ ઠંડું લાગ્યું કે ગરમ લાગ્યું શેને અંગે ? આત્માના જ્ઞાતા સ્વભાવને કારણે, તેના વેદકતા ગુણને કારણે. આ સ્પર્શેન્દ્રિય છે એ દ્વારા આત્મા કહે છે કે જુઓ હું અહીંયાં છું.
જો શબ્દ શ્રવણ ઇન્દ્રિયકે અંતર ગ્રહણ કરતા હૈ, તિસ શબ્દશક્તિકો જાનBહારી સત્તા છે, જિસ વિશે શબ્દશક્તિકા વિચાર હોતા હૈ, જિસકરિ રોમ ખડે હોઈ આતે હૈં, સો સત્તા દૂર કૈસે હોવે ?
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org