________________
શ્રી વચનામૃતજી
(એ) જો તમે પ્રતિમાને માનનાર હો તો તેનાથી જે હેતુ પાર પાડવા પરમાત્માની આજ્ઞા છે તે પાર પાડી લેવો અને જો તમે પ્રતિમાના ઉત્થાપક હો તો આ પ્રમાણોને યોગ્ય રીતે વિચારી જોજો. બંનેએ મને શત્રુ કે મિત્ર કંઈ માનવો નહીં. ગમે તે કહેનાર છે, એમ ગણી ગ્રંથ વાંચી જવો.
(એ) આટલું જ ખરું અથવા આટલામાંથી જ પ્રતિમાની સિદ્ધિ થાય તો અમે માનીએ એમ આગ્રહી ન થશો. પણ વીરના બોધેલાં શાસ્ત્રોથી સિદ્ધિ થાય તેમ ઇચ્છશો.
૨૧
(ઓ) એટલા જ માટે વી૨ના બોધેલાં શાસ્ત્રો કોને કહી શકાય, અથવા માની શકાય, તે માટે પ્રથમ ધ્યાનમાં લેવું પડશે; એથી એ સંબંધી પ્રથમ હું કહીશ.
(ઓ) મને સંસ્કૃત, માગધી કે કોઈ ભાષાનો મારી યોગ્યતા પ્રમાણે પરિચય નથી એમ ગણી, મને અપ્રમાણિક ઠરાવશો તો ન્યાયની પ્રતિકૂળ જવું પડશે; માટે મારું કહેવું શાસ્ત્ર અને આત્મમધ્યસ્થતાથી તપાસશો.
(અં) યોગ્ય લાગે નહીં, એવા કોઈ મારા વિચાર હોય તો સહર્ષ પૂછશો; પણ તે પહેલાં તે વિશે તમારી સમજણથી શંકારૂપ નિર્ણય કરી બેસશો નહીં.
(અઃ) ટૂંકામાં કહેવાનું એ કે, જેમ કલ્યાણ થાય તેમ પ્રવર્તવા સંબંધમાં મારું કહેવું અયોગ્ય લાગતું હોય તો, તે માટે યથાર્થ વિચાર કરી પછી જેમ હોય તેમ માન્ય કરવું.
શાસ્ત્ર-સૂત્ર કેટલાં ?
(૧) એક પક્ષ એમ કહે છે કે અત્યારે પિસ્તાલીસ કે તેથી વધારે સૂત્રો છે, અને તેની નિર્યુક્તિ, ભાસ્ય, ચૂર્ણિ, ટીકા એ સઘળું માનવું. એક પક્ષ કહે છે કે બત્રીસ જ સૂત્ર છે; અને તે બત્રીસ જ ભગવાનનાં બોધેલાં છે; બાકી મિશ્ર થઈ ગયાં છે; અને નિર્યુક્તિ ઇત્યાદિક પણ તેમ જ છે. માટે બત્રીસ માનવાં. આટલી માન્યતા માટે પ્રથમ મારા સમજાયેલા વિચાર દર્શાવું છું.
બીજા પક્ષની ઉત્પત્તિને આજે લગભગ ચારર્સે વર્ષ થયાં. તેઓ જે બત્રીસ સૂત્ર માને છે તે નીચે પ્રમાણે છે. :- ૧૧ અંગ, ૧૨ ઉપાંગ, ૪ મૂળ, ૪ છેદ, ૧ આવશ્યક.
છેવટની ભલામણ
હવે એ વિષયને સંક્ષેપમાં પૂર્ણ કર્યો. પ્રતિમાથી એકાંતધર્મ છે, એમ કહેવા માટે અથવા પ્રતિમાના પૂજનનો જ ભાગ સિદ્ધ કરવા મેં આ લઘુગ્રંથમાં કલમ ચલાવી નથી. પ્રતિમા માટે મને જે જે પ્રમાણો જણાયાં હતાં તે ટૂંકામાં જણાવી દીધાં. તેમાં વાજબી ગેરવાજબીપણું શાસ્ત્રવિચક્ષણ, અને ન્યાયસંપન્ન પુરુષે જોવાનું છે, અને પછી જેમ સપ્રમાણ લાગે તેમ પ્રવર્તવું કે પ્રરૂપવું એ તેમના આત્મા પર આધાર રાખે છે. આ પુસ્તકને હું પ્રસિદ્ધ કરત નહીં; કારણ કે જે મનુષ્ય એકવાર પ્રતિમાપૂજનથી પ્રતિકૂળતા બતાવી હોય, તે જ મનુષ્ય જ્યારે તેની અનુકૂળતા બતાવે; ત્યારે પ્રથમ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org