________________
૧ ૮
શિક્ષામૃત
આપણે આ આત્માથી કેટલા છેટા છીએ ? એક તલભાર પણ છેટા નથી.
જો જિલ્લા કે અગ્ર વિશે રસસ્વાદકો ગ્રહણ કરતા હૈ, તિસ રસકા અનુભવ કરણહારી અલેપ સત્તા છે, સો સન્મુખ કેસે ન હોવે? વેદ વેદાન્ત, સપ્તસિદ્ધાંત, પુરાણ, ગીતા કરિ જો શેય, જાનને યોગ્ય આત્મા છે તિસકો જબ જાન્યા તબ વિશ્રામ કેસે ન હોવે ?
એ પ્રગટ કેમ ન થાય ? જે જીભના અગ્રભાગ વડે રસાસ્વાદનો અનુભવ કરે છે તે અનુભવ કરવાવાળી જે અલિપ્ત સત્તા-આત્મા પોતાના જ્ઞાતા-જ્ઞાયક સ્વભાવને કારણે, વેદકતા ગુણને કારણે રસાસ્વાદનો અનુભવ કરે છે. તે સન્મુખ કેમ ન થાય ? પ્રગટ કેમ ન થાય ? વેદાદિએ આત્માનું વર્ણન કર્યું છે. જાણવા યોગ્ય પદાર્થ જે આત્મા તેને જ્યારે જાણ્યો, જ્યારે પ્રગટ થયો ત્યારે આત્માને વિશ્રામ કેમ ન મળે ? તેના જન્મના ફેરાનો અંત કેમ ન આવે ? આવે જ ! બધાં દર્શનોએ આત્માનું વર્ણન કર્યું છે. એને જ્ઞાતા બતાવ્યો છે અથવા તો સંપૂર્ણ સુખ અને આનંદ કાયમનો થાય. સાદિઅનંત થાય. એક વખત થાય એટલે એ સાદિ, આત્મા પ્રગટ થાય એ ક્યાં સુધી રહે ? અનંતકાળ સુધી માટે અનંત. આ સાદિઅનંત સુખ કેવું છે ? તો કહે છે કે આ જગતમાં એનાથી ઊંચું બીજું કોઈ સુખ નથી. આ સુખ અનુપમ છે. ઉપમા ન આપી શકાય એવું છે. એ સુખ રહે ક્યાં સુધી ? અનંતકાળ સુધી. એ આનંદ કેટલો ? કાંઈ વાત મૂકી ઘો.
આપણે બધા વચનામૃત વાંચીએ છીએ, પણ કૃપાળુદેવ એમાં, મોક્ષમાર્ગના જે મુદ્દા મૂકી ગયા છે એ આપણાથી પકડાતા નથી. એમણે બતાવેલા માર્ગે જે ચાલ્યા હોય તેઓ જ્યારે બતાવે ત્યારે ખબર પડે કે આ મોક્ષમાર્ગના મુદ્દા છે.
૪૦
સંશોધક પુરુષો બહુ ઓછા છે. મુક્ત થવાની અંતઃકરણે જિજ્ઞાસા રાખનારા અને પુરુષાર્થ કરનારા બહુ ઓછા છે. તેમને સાહિત્યો જેવાં કે સદ્ગર, સત્સંગ કે સાસ્ત્રો મળવાં દુર્લભ થઈ પડ્યાં છે, જ્યાં પૂછવા જાઓ ત્યાં સર્વ પોતપોતાની ગાય છે. પછી તે સાચી કે જૂઠી તેનો કોઈ ભાવ પૂછતું નથી. ભાવ પૂછનાર આગળ મિથ્યા વિકલ્પો કરી પોતાની સંસારસ્થિતિ વધારે છે અને બીજાને તેવું નિમિત્ત કરે છે.
ઓછામાં પૂરું કોઈ સંશોધક આત્મા હશે તો તેને અપ્રયોજનભૂત પૃથ્વી ઇત્યાદિક વિષયોમાં શંકાએ કરી રોકાવું થઈ ગયું છે. અનુભવ ધર્મ પર આવવું તેમને પણ દુર્લભ થઈ પડ્યું છે.
આ પરથી મારું એમ કહેવું નથી કે કોઈ પણ અત્યારે જૈનદર્શનના આરાધક નથી; છે ખરા, પણ બહુ જ અલ્પ, બહુ જ અલ્પ, અને જે છે તે મુક્ત થવા સિવાયની બીજી જિજ્ઞાસા જેને નથી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org