________________
૧૪
શિક્ષામૃત
અતિ અતિ પુણ્ય ભેગાં થઈને ઉદય આવવાથી આ મનુષ્યરૂપી શુભ દેહની પ્રાપ્તિ થઈ છે. આ મનુષ્યદેહ મોક્ષનો દરવાજો છે. તોપણ તે દેહમાં રહી, કાંઈ આત્મસાધન કર્યું નહીં, તેથી ભવચક્રમાંથી એક પણ ભવ ઓછો થયો નથી. સુખનો ભોગવટો કરતાં સુખ-પુણ્યનો નાશ થાય છે એનો કાંઈક વિચાર કરો અને વિભાવ ભાવમાં રહેવાથી ક્ષણે ક્ષણે આત્માનું ભાવમરણ થઈ રહ્યું છે, એમાં કેમ રાચી રહ્યા છો ? તેમાં કેમ આનંદ આવે છે ? ૧
લક્ષ્મી અને અધિકાર વધતાં, શું વધ્યું તે તો કહો ? શું કુટુંબ કે પરિવારથી વધવાપણું, એ નય ગ્રહો; વધવાપણું સંસાર નું નર દેહને હારી જવો,
એનો વિચાર નહીં અહોહો ! એક પળ તમને હવો !!! ૨ - લક્ષ્મી તેમજ અધિકારની પ્રાપ્તિ થવાથી તમને શું મળ્યું? તેનો વિચાર કરો. તેનાથી કુટુંબ અને પરિવાર વધી રહ્યો છે, તે વાતને કેમ ગ્રહણ કરતા નથી ? કેમ તેને સુખરૂપ માનો છો ? માત્ર તેનાથી સંસાર ભ્રમણ જ વધવાનું છે. અને આ મળેલ માનવભવને હારી જશો. મનુષ્યભવની એક ક્ષણ રત્ન ચિંતામણી સમાન છે, જ્યાં આંતરિક સમૃદ્ધિ પ્રાપ્ત થઈ શકે તેમ છે એનો એક પળ માટે પણ વિચાર કેમ નથી કરતા ? આ મનુષ્યભવનો સાચો ઉપયોગ કરીએ તો મોક્ષ જઈને અનંત સુખને પ્રાપ્ત કરી શકીએ તેમ છીએ. તેનો વિચાર એક પળને માટે પણ તર્મ કર્યો છે ? ૨
નિર્દોષ સુખ નિર્દોષ આનંદ, લ્યો ગમે ત્યાંથી ભલે, એ દિવ્ય શક્તિમાન જેથી જંજીરેથી નીકળે; પરવસ્તુમાં નહિ મૂંઝવો, એની દયા મુજને રહી,
એ ત્યાગવા સિદ્ધાંત કે પશ્ચાદુઃખ તે સુખ નહીં. ૩ નિદૉષ સુખ અને નિર્દોષ આનંદ એટલે કે જે કરવાથી નવા કર્મનું બંધન ન થાય અને સુખની પ્રાપ્તિ થાય, એવા આનંદની પ્રાપ્તિ થાય, એને ગમે ત્યાંથી મેળવવા પ્રયત્ન કરો કે જેથી દિવ્ય શક્તિવાળો આપણો આત્મા આ સંસારરૂપી સાંકળમાં જકડાયેલો છે, તેમાંથી છૂટી જાય. તે આત્માને પરવસ્તુ, પરપદાર્થો, પરભાવોમાં મૂંઝવો નહીં, શરીર એ પરવસ્તુ છે, તેમાં રોકી રાખો નહીં, એ આત્માની મને દયા આવે છે. જે મેળવવાથી પાછળ દુઃખની પ્રાપ્તિ થાય તેમ છે તે સુખ નથી તે સિદ્ધાંતને સમજો. આ પ્રમાણે વર્તવાથી મોક્ષસુખની પ્રાપ્તિ થાય છે.
હું કોણ છું? ક્યાંથી થયો? શું સ્વરૂપ છે મારું ખરું? કોના સંબંધે વળગણા છે ? રાખું કે એ પરહરું?
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org