________________
ફાર્બસજીવનચરિત્ર હશે. પિતે તે વેળા ગુજરાતમાં હતા. ચોપાસથી, દેશી કુભાંડી છે, દેશી ઘાતકી છે, દેશી કઈ પ્રકારને વિશ્વાસ રાખવા યોગ્ય નથી, દેશીયોને પશુ જેવા ગણી તે પ્રમાણે તેના પ્રતિ વર્તવું જોઈએ, ઇત્યાદિ એવા અવિવેકી અને અવિચારી શબ્દોની ગર્જનાઓ, સેતુબંધ રામેશ્વરથી તે હરદ્વાર સુધી, અને જગન્નાથજીથી તે દ્વારિકા સુધી, યૂરોપીયામાં પથરાઈ રહી હતી. તેને ભેદીને સત્ય સંભળાવવા અને દર્શાવવાને વિરલ વીરે શક્તિમાન હતા. પરંતુ તે વિરલ વિવેકી વીરએ ધર્મપક્ષની ઢાલથી ઘણું જ કર્યું છે. તેમાં કલકત્તામાં “હિંદુ પટ્રિઅટવાળો હરિશ્ચંદ્ર, મુંબઈમાં બૉમે ટાઈમ્સ” જે પાછળથી ટાઈમ્સ આવ ઇંડીઆ' કહેવાય છે) તેને તંત્રી મિ. રોબર્ટ નાઈટ આદિ હતા. ફાર્બસે તે સમયે પ્રત્યક્ષ નહિ પણ પરોક્ષ રીતિએ લેખનવતે આપણા દેશની સારી સેવા કરી છે. રાજનીતિ સંબંધમાં ફાર્બસ સાહેબના વિચાર, આપણાં તત્રભવતી મહારાણી અને તેઓના કેટલાક ઉદાર રાજપુરુષોના ઉચ્ચ વિચાર હોય છે, તેને અનુસરતા હતા. તેવાઓના રાજનીતિ સંબંધના વિચારો રાજાપ્રજા ઉભયને લાભકારી અને પ્રશંસનીય હોય છે. તેઓને નિર્ણય છે કે, શસ્ત્રાસ્ત્રના બળથી કોઈ પણ પ્રજાને ચિરકાલ સુધી સ્વાધીનમાં રાખી શકાતી નથી. તેઓ સર્વ જાતિની પ્રજા ઉપર સમાન ભાવ રાખે છે. તેઓ દેશીય વિદેશીયમાં અથવા જાતીયવિજાતીયમાં અંતર્ ગણતા નથી. સર્વી પ્રજાનું દુઃખભંજન કરવું અને મનરંજન કરવું એ જ રાજધર્મ માને છે. તેઓ પ્રજાની પ્રીતિમાં જ સબલા રાજનીતિ ગણે છે. ઉતરતા વર્ગના સામાન્ય લેક રાજ્યાધિકાર પામે છે ત્યારે તેઓની દૃષ્ટિ એવી રહી શકતી નથી, તેઓ ગર્વ હોય છે અને તાત્કાલિકી સ્વાર્થસિદ્ધિ સારૂ ભેદબુદ્ધિ ઉપજાવે છે; અને રાજ્યાધિકારનો આશ્રય આડે લઈ સ્વછંદતાથી વર્તે છે. પરંતુ આપણાં તત્રભવતી મહારાણીના પ્રધાનમંડળમાં કેવા સારા અને યોગ્ય વિચારે વર્તે છે, એ પ્રસંગોપાત્ત અનેક વાર પ્રસિદ્ધ થયાં જાય છે, તે લક્ષમાં ન રાખી તેઓ રાજદ્રોહના દેશમાં આવે છે. મહારાણી શ્રો રાજ્યાસને વિરાજ્યાં તેનાં દશ વર્ષ પશ્ચાત અને આ દેશમાં બળવો થયે તેનાં દશ વર્ષ પૂર્વે, સન ૧૮૪૭ માં એક રાજલેખ લખાયે છે. તે લેખ સર્વ રાજ્યકર્તાના હિતાર્થ અને સ્મરણાર્થ અત્ર અવતારાય છે.
યુરોપમાં પોર્ટુગાલ દેશમાં રાજકત્રીના પક્ષપાતથી અવ્યવસ્થા ચાલતી હતી. તે વેળા આપણુ તત્રભવતી મહારાણીના મંત્રી લોર્ડ પાર્ટીને સ્વરાજયના રાજદૂત દ્વારા પોર્ટુગલની રાણીને જે સંદેશો લખ્યા હતા તે આ પ્રમાણે છે:
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com