________________
ફાર્બસ અને સન ૧૮૫૭નું રિઝ વર્ષ
૨૨ કરતાં જરા અધીરતા અને ઉતાવળ થઈ હતી, તે પણ તેઓએ એવી સારી રીતિએ દીર્ધદષ્ટિથી અને વિવેકથી સત્ય શોધી, નિરપરાધી અને અપરાધીઓને વિણું કહાડ્યા કે, સર્વને આશ્ચર્ય લાગ્યું, અને કોઈ પક્ષવાળાને અન્યાય થયો” એવું કહેવા અવકાશ રહ્યો નહિ. તેણે સન ૧૮૫૭ ના આગસ્ટમાં કામ ચલાવી તે જ માસમાં પૂરું કર્યું. એ ભારે કાર્ય સારૂ મારિસના “સદર અદાલતના ફેંસલાના આઠમા ભાગના પૃષ્ઠ ૪૭૬ મે લખે છે કે–
એ કામમાં કરેલી પરીક્ષા (તપાસ) મિ. ફાર્બસને એટલી બધી માનદ “છે કે તેની અસંકુચિત પ્રશંસા કોર્ટ (સદર અદાલત) કરી શકતી નથી તેથી “વિશેષ ખેદ પામે છે.”
કાઈનું કલ્યાણ કરવું તે અનેક પ્રકારે થાય છે. તેમાં મુખ્ય બે છે. અજ્ઞાત કિવા પરોક્ષ, અને પ્રત્યક્ષ કિવા અપક્ષ. આપણે ઉપર જે વૃત્તાંત જાણ્યો તે ફાર્બસે આપણું અપરોક્ષ કલ્યાણ કર્યું તેને છે. સ્વાર્થ રહિત ઉત્તમ પ્રકૃતિના પુરુષોને, કર્તાનું નામ જણાય નહિ એવું પરાક્ષ કલ્યાણ કરવું, એ પણ એક સ્વભાવ હોય છે. પરોક્ષ કલ્યાણકારી થવું એ સાત્વિક ધર્માત્માઓનાં હૃદય ઉપર આવતાં સુવાસિત પુષ્પફલવત છે. અને તેને પરિણામ બહુને કલ્યાણકારી થાય છે.
ફાર્બસે આપણું પરોક્ષ કલ્યાણ કરવામાં પણ ન્યૂનતા રાખી નથી; અને તે પણ એવા અવસરે કે જેનું મૂલ્ય થાય નહિ. સન ૧૮૫૭ ના વર્ષમાં બળવો થયો. તે વેળા કોધાવેશમાં આવી પડી યૂરેપીઅને સર્વ દેશીય લેકને ધિક્કારવા લાગ્યા. અપરાધી વા નિરપરાધીના વિવેકને વિસારી મૂકી, કેાઈને લાભ નહિ અને મન સર્વનાં દુઃખાય એવાં લખાણુ વર્તમાન પત્રાદિમાં લખી અત્રના અને યુરોપના લેકનાં મનમાં સર્વ દેશીયો વિષે નીચા અભિપ્રાય તેઓ કરાવવા મંડ્યા. એવાઓએ દેશીયોને મહાઘાતકી પ્રાણુ જેવા વિરૂપ ચિતરી, તેના ઉપર સારા લેકેને તિરસ્કાર અને કેપ થાય એવું કરવા માંડ્યું. બરછીની અણુ કરતાં, ક્રૂર કલમની અણી કઈ કઈ વેળા વિશેષ બલતી અને ત્રાસદાયિકા જણાઈ છે, અને તેના ધડાકા કરતાં વિચારના તુમુલ ગંભીર ઘેષે બહુ દૂર દેશ જઈ પહોંચ્યા છે, અને ભારે રેળ વાળી દીધું છે. બળવાને કાલ પણ વિલક્ષણ હતો. નિરપરાધી દેશીયોને શસ્ત્રઅસ્ત્રથી બળવાની વેળા જેટલી હાનિ થતી, તેના કરતાં સહસગુણિત અધિક હાનિ વર્તમાનપત્રમાં વિરુદ્ધ લખનારા કરી શકતા. તે વિષમ કાલે વિવેકી ફાર્બસે ન્યાયપક્ષ પકડ્યો હતો એ થડાના જ જાણ્યામાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com