________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નિર્દેશ અહીં કરી રહ્યા છીએ. અને સાધક યોગીઓને વિશેષતઃ પ્રાર્થના કરીએ છીએ કે તેઓ એવાં સ્થળો પર ગંભીર ચિંતન કરીને સત્યજ્ઞાનનો પ્રકાશ કરવામાં અવશ્ય સહાયક બને. જો અમને આ પ્રકારનો સહયોગ સહૃદય સાધક તેમ જ વિદ્વાન બતાવશે, તો આગળનાં સંસ્કરણોમાં તેમનું સંશોધન અવશ્ય કરવામાં આવશે. કેટલાંક મુખ્ય વિચારણીય સ્થળ નીચે લખેલાં છે – (૧) યો. ૩/૨૬ સૂત્રના વ્યાસભાપ્યમાં જે સાત લોકોનું વિસ્તૃત વર્ણન કરવામાં આવ્યું છે, તે વ્યાસ-ભાણમાં મિશ્રણ પ્રતીત થવાથી સંદિગ્ધ છે. તેમાં પણ નીચેના ૧૪ લોકોમાં સાત પ્રકારના નરક અને સાત પાતાળ લોકોનું કથન મિથ્યા જ છે. કેમ કે, આ નરક લોકોમાં જીવોનું, દુષ્કર્મોનાં ફળ ભોગવવાને માટે જવાનું મિથ્યા જ છે અને સાત પાતાળોમાં અસુર, ગંધર્વ, કિન્નર, યક્ષ, રાક્ષસ, ઝિંપુરુષ, ભૂત, પ્રેત વગેરેનો નિવાસ બતાવવાનું પણ સૃષ્ટિ-ક્રમની વિરુદ્ધ હોવાથી કાલ્પનિક જ છે.
-
આ જ પ્રકારે મહેન્દ્રલોકમાં પિતરોનો વાસ માનવો અને ભૂમિની ઉપરના લોકોમાં વસેલા દેવોનું આયુષ્ય એક “કલ્પ' જેટલું બતાવવું વગેરે વાતો સત્ય નથી. (૨) યો. ૩૩૮ સૂત્રના ભાગ્યમાં યોગીનું પોતાના શરીરમાંથી ચિત્ત કાઢીને બીજા શરીરમાં પ્રવેશ કરાવવું તથા ઈદ્રિયોનું ચિત્તને અનુસરણ કરવાનું પણ સત્ય નથી જણાતું. (૩) યો. ૩/૫૧ સૂત્રના ભાગ્યમાં “કલ્પવૃક્ષ' પુણ્યા મંદાકિની તથા અપ્સરાઓની વાતો પણ પૌરાણિક યુગની દેન છે. (૪) યો. ૪૧ સૂત્ર ભાયમાં મંત્રોથી આકાશગમન, અણિમા આદિ સિદ્ધિઓ ચિંત્ય છે. (૫) યો. ૪૪ સૂત્ર ભાષ્યમાં યોગી દ્વારા એક સમયમાં અનેક શરીરોનું નિર્માણ કરવાની વાત અયુક્તિયુક્ત હોવાથી ચિંત્ય છે. (૬) યો. ૪૧૦ સૂત્ર ભાગ્યમાં દંડકારણ્યને શૂન્ય કરવાનું તથા અગમ્ય મુનિની જેમ સમુદ્ર પીવાનું પૌરાણિક ગડુ જ લાગે છે. ઈત્યાદિ સ્થળો પર વધારે યૌગિક ક્રિયાત્મક અનુસંધાનની અપેક્ષા છે.
(૧૦) આ ભાષ્યની વિશેષતાઓ (૧) મહર્ષિ દયાનંદે સમસ્ત વૈદિક વાડમયના ઊંડાણમાં ઉતરીને જે નિર્કાન્ત નિર્ણય કર્યો હતો, તેમાં વૈદિક ઉપાસના પદ્ધતિના સત્ય-સ્વરૂપ પર તેમણે વિશેષ વિચાર કર્યો. કેમ કે આસ્તિક જગતમાં ઈશ્વરની ઉપાસનાના વિષયમાં જેટલી વિભિન્નતાઓ તથા મત-ભેદ દેખાયા, તેટલા બીજા વિષયોમાં ન હતા. મહર્ષિએ ઉપાસનાના વિષયમાં નીચે જણાવેલો નિર્ણય કર્યો - “ઉપાસના કાંડ વિષયક મંત્રોના વિષયમાં પણ પાતંજલ સાંખ્ય, વેદાન્ત શાસ્ત્ર તથા ઉપનિષદોની રીતથી ઈશ્વરની ઉપાસના (ભક્તિ)
પ્રાક્કથન
૨૩
For Private and Personal Use Only