________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
(૮) વેદાન્તદર્શન વ્યાસ પ્રણીત છે. તેમાં વાદારનો ઉલ્લેખ છે, કે જે વ્યાસના પિતા હતા અને સાથે જ જૈમિનિનું નામ પણ આવે છે, કે જે વ્યાસના શિષ્ય હતાં. વેદાન્તદર્શનમાં (૧/૩૨૯) વેદોની નિત્યતાનો સ્વીકાર કર્યો છે અને યોગદર્શનના ભાષ્યમાં પણ (૧/૨૭)માં વેદોની નિત્યતા માની છે. માટે સ્પષ્ટ છે કે વેદાન્ત સૂત્રોના પ્રણેતા તથા યોગભાપ્યકર્તા વેદવ્યાસ એક જ છે. અને વેદાન્ત સૂત્રોમાં પણ સાંખ્ય તથા યોગનો ઉલ્લેખ મળે છે. માટે યોગસૂત્રકાર વેદાન્તદર્શનથી પહેલાંના છે. (૯) ‘તેન યોગ ઃ પ્રત્યુત્ત : ’ આ વેદાન્તદર્શનના સૂત્રથી અનેક વિદ્વાનો એ કલ્પના પણ કરે છે કે વ્યાસે યોગનું ખંડન કર્યુ છે. પરંતુ આ મત સર્વદા અયુક્ત (અયોગ્ય) છે. કેમ કે વ્યાસે ફક્ત એ જ બતાવ્યું છે કે પ્રકૃતિ જગતનું નિમિત્ત કારણ નથી થઈ શકતી. આ પ્રકારે જો કોઈ ખંડન કરવાનો જ આગ્રહ કરે તો પણ એ સ્પષ્ટ છે કે યોગસૂત્રકારનો સમય વેદાન્તથી પહેલાંનો છે. યોગદર્શન, સાંખ્ય દર્શન પછીનું પ્રાચીન દર્શન છે. વેદાન્તના કર્તા વેદવ્યાસ તથા યોગના ભાષ્યકાર વેદવ્યાસ બંને એક જ છે, કે જે મહાભારત કાળના છે. અને યોગસૂત્રકાર એમનાથી પહેલાનાં સિદ્ધ થાય છે. અને યોગસૂત્રોના પ્રણેતા મહર્ષિ-પતંજલિનું જ બીજું નામ હિરણ્યગર્ભ પણ આવે છે. જેમ કે "હિરન્થર્મો યોનસ્ય વેત્તા નાન્ય : પુરાતન : 11 (મહાભારત શાન્તિપર્વ ૨૪૯૬૫)માં ‘હિરણ્યગર્ભ'નો પ્રયોગ મળે છે. અને યોગસૂત્રકાર પતંજલિ, વ્યાકરણ-મહાભાપ્યકાર તથા ચરકસંહિતાના પ્રણેતા પતંજલિથી સર્વથા ભિન્ન તથા તેમનાથી ઘણા જ પહેલાંના છે.
૨૨
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૯) વ્યાસ-ભાષ્યનાં ચિંતનીય સ્થળો
યોગદર્શન પર મહર્ષિ વ્યાસનું પ્રાચીન પ્રામાણિક ભાપ્ય છે, જેને બધા જ માને છે. પરંતુ આ ભાષ્યમાં પણ કેટલાંક સ્થળ એવાં છે કે જે વિદ્વાનો તથા યોગીઓ પાસેથી સંશોધનની અપેક્ષા રાખે છે. ઋષિઓ દ્વારા લખાયેલી વાતોને એકદમ અપ્રામાણિક કહેવાનું પણ સાહસ આપણે નથી કરી શકતા, કેમ કે ઋષિઓનું સ્તર આપણી અલ્પ બુદ્ધિઓ કરતાં ઘણું જ ઊંચું હોય છે. પરંતુ જયારે ઋષિઓના લેખોમાં પણ પરસ્પર વિરોધ, સૃષ્ટિક્રમથી વિરોધ, અથવા ઈશ્વરોક્ત વેદજ્ઞાનથી વિરોધ ઉપસ્થિત થઈ જાય છે, તે વખતે જરૂર વિચાર કરવા માટે બાધ્ય થવું પડે છે. અને બીજું કારણ એ પણ છે કે મહાભારતની પછીનો સમય અંધકારપૂર્ણ સમય છે. આ સમયમાં વિભિન્ન મત-મતાંતરવાળાઓએ પોતાની કલ્પિત-મિથ્યા માન્યતાઓને વેદ આદિ શાસ્ત્રોથી પ્રમાણિત થતી ન જોઈને ઋષિઓના નામથી ફક્ત ગ્રંથોની જ રચના કરી નથી, બલ્કે ઋષિઓના ગ્રંથોમાં પણ તેમણે પ્રક્ષેપ કરવાનું દુઃસાહસ યથાસ્થાન કર્યું છે. પ્રાચીન વાઙમયમાં સમય-સમય પર પ્રક્ષેપ થયા છે, આ વાતને પ્રાયઃ બધા જ વિદ્વાન સ્વીકાર કરે છે. એટલા માટે વ્યાસ-ભાષ્યનાં કેટલાંક સ્થળ, જે અમને સત્ય જણાતાં નથી તેમનો
યોગદર્શન
For Private and Personal Use Only
ע'