________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩) પુરુષ-વિશેષ (ઈશ્વર) = એ સર્વજ્ઞ, સર્વવ્યાપક, સર્વશક્તિમાન, બધી જાતનાં બંધનોથી મુક્ત, કલેશ, કર્મ, વિપાકાશયથી સર્વથા રહિત,આનંદ સ્વરૂપ, ભોગ આદિ રહિત ચેતન-સત્તા છે. એને જ યોગદર્શનમાં વેદજ્ઞાનના દાતા પરમ ગુરુ માનેલ છે. તેમનું ઐશ્વર્ય સર્વાતિશાયી છે. પોતાનાં બધાં કાર્યોને આ જ પરમ ગુરુને અર્પણ કરવાં એ ઈશ્વર-પ્રણિધાન કહેવાય છે. આ જ પરમ તત્ત્વના પ્લાનથી મન વશમાં થાય છે. મોક્ષમાં તેના જ સ્વરૂપમાં જીવોની સ્થિતિ થાય છે. એ જ સૃષ્ટિના કર્તા, ધર્તા, તથા સંહર્તા છે. તેનું મુખ્ય નામ પ્રણવ મોમ છે. ઉપાસકે તેનો જ જપ કરવો જોઈએ. સ્વાધ્યાય તથા યોગ સાધનાથી આ જ પરમાત્માનો પ્રકાશ થાય છે. એ એક અદ્વિતીય, શાશ્વત, ચેતન સત્તા છે, કે જે સમસ્ત જીવોના કર્મ પ્રમાણે ફળોની પણ વ્યવસ્થા કરે છે.
(૮) ચોગ દર્શનકારનો કાળ (સમય) યોગ-દર્શનના સૂત્રકાર મહર્ષિ પતંજલિ કયા કાળમાં થયા, એ નિર્ણય કરવો ઘણું જ કઠિન કાર્ય છે. સમસ્ત વૈદિક વાડુમયના મોટા ભાગના ઈતિહાસનો નાશ થવાથી ઇતિહાસ નિર્ણય વિષયક પ્રમાણોનો અભાવ જ મળે છે. અને મહર્ષિઓની એવી પરંપરા રહી છે કે, તેઓ પોતાના કાળ તથા જીવનના વિષયમાં કયાંય કશું પણ લખતા ન હતા. આ કારણથી પણ કાળ-નિર્ણયમાં અત્યધિક બાધા રહે છે. તેમ છતાં પણ યથોપલબ્ધ અનુસંધાનો અનુસાર અહી થોડુંક લખવામાં આવે છે –
કેટલાક વિદ્વાનોનો એવો મત છે કે વ્યાકરણમહાભાષ્ય, વૈદ્યકની ચરકસંહિતા અને યોગદર્શનના પ્રણેતા એક જ પતંજલિ ઋષિ છે. એવા લોકો પરંપરાના આશ્રયથી નીચેના શ્લોકનું ઉદ્ધરણ આપ્યા કરે છે.
योगेन चित्तस्य पदेन वाचां मलं शरीरस्य तु वैद्यकेन । योऽपाकरोत्तं प्रवरं मुनीनां पतंजलिं प्राञ्जलिरानतोऽस्मि ।।
અર્થાત્ જેણે યોગશાસથી ચિત્તના, વૈદક દ્વારા શરીરના અને વ્યાકરણ મહાભાષ્ય દ્વારા વાણીના મળોને દૂર કર્યા છે, એવા મુનિવર પંજિલને હું નમસ્કાર કરું છું. આ પક્ષના સમર્થક એ પણ કહે છે કે વ્યાકરણ મહાભાષ્યમાં મથ શબ્દાનુશાસનમ' તથા યોગ દર્શનના ‘મથ યોરનુશાસનમ્' સૂત્રોની એકરૂપતાને જોઈને પણ બંનેની શરૂઆત કરનારા એક જ ઋષિ જણાય છે.
પરંતુ આ નામસામ્યથી જ ભ્રાન્તિ પ્રતીત થાય છે કેમ કે યોગદર્શનની અપેક્ષા મહાભાપ્ય તથા ચરક સંહિતા ઘણાં જ પરવત છે (પાછળના છે). એમાં કેટલાંક પ્રમાણો આ પ્રકારે છે. (૧) મહાભાષ્ય અષ્ટાધ્યાયીના સૂત્રો પર લખેલો ગ્રંથ છે. અને અષ્ટાધ્યાયીમાં પારાશર્યશિલિંગ મિક્ષનટpયો : ' (અ. ૪/૩/૧૧૦) મહર્ષિ પરાશરના પુત્ર વેદ-વ્યાસનાં વેદાન્ત-સૂત્રોને ભણવાનો નિર્દેશ કેવી રીતે સંભવ છે? કે જયારે મહર્ષિ
૨૦
યોગદર્શન
For Private and Personal Use Only