________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩) સત પદાર્થનો અભાવ અને અસત પદાર્થનો ભાવ ક્યારેય નથી થઈ શકતો. (૪) વેદ ઈશ્વરોક્ત હોવાથી સ્વતઃ પ્રમાણ ગ્રંથ છે. (૫) જીવાત્મા શરીર વગેરેથી જુદું અપરિણામી ચેતન તત્ત્વ છે. (૬) પરમાત્મા જીવાત્માથી ભિન્ન, સર્વજ્ઞ, વ્યાપક તથા સર્વશક્તિમાન સત્તા છે. (૭) જીવાત્મા પોતાના કર્મ પ્રમાણે ઈશ્વરીય વ્યવસ્થાથી કર્મફળોને ભોગવે છે. (૮) આ દશ્ય જગત પ્રકૃતિનો વિકાર છે. (૯) જીવાત્માના બંધનનું કારણ અજ્ઞાન છે. (૧૦) જીવાત્મા દરેક શરીરમાં જુદા જુદા છે. (૧૧) જીવાત્મા અવિનશ્વર, ચેતન, શાશ્વત સત્તા છે. (૧૨) પરમાત્મા નિરાકાર હોવાથી કદી પણ શરીર ધારણ નથી કરતા, વગેરે વગેરે.
આજ પ્રકારે મુક્તિના વિષયમાં છ (૬) શાસ્ત્રોની એકરૂપતા બતાવતાં મહર્ષિ દયાનંદે પૂનામાં આપેલા ઉપદેશમાં કહ્યું હતું કે -
“છદર્શનોના પ્રણેતાઓની મુક્તિના વિષયમાં શું સંમતિ છે? તેનું તત્ત્વ માલૂમ થઈ જશે. પહેલાં જૈમિનિકૃત પૂર્વમીમાંસામાં કહ્યું છે કે ધર્મ અર્થાત યજ્ઞથી મુક્તિ મળે છે અને ત્યાં “ચણો વૈ વિષ્ણુ” વગેરે શતપથ.....પછી કણાદ મુનિએ વૈશેષિક દર્શનમાં કહ્યું છે કે તત્ત્વજ્ઞાનથી મુક્તિ થાય છે. ન્યાય દર્શનના રચયિતા ગૌતમે અત્યંત દુઃખ નિવૃત્તિને મુક્તિ માની છે. મિથ્યા જ્ઞાનના દૂર થઈ જવાથી......યથાર્થ જ્ઞાન થાય છે, તે જ મુક્તિની અવસ્થા છે. યોગશાસ્ત્રના કર્તા પતંજલિ માને છે કે ચિત્તવૃત્તિઓનો નિરોધ કરવાથી શાન્તિ અને જ્ઞાન પ્રાપ્ત થાય છે અને તેનાથી કૈવલ્ય (મોક્ષ)ની પ્રાપ્તિ થાય છે. સાંખ્ય શાસ્ત્રના પ્રણેતા મહામુનિ કપિલ કહે છે કે ત્રણ પ્રકારનાં દુ:ખોની નિવૃત્તિ થવી એ જ પરમ પુરુષાર્થ (મુક્તિ) છે. હવે જુઓ કે ઉત્તરમીમાંસા અર્થાત્ વેદાન્ત દર્શનના રચયિતા બાદરાયણ (વ્યાસ)............. મતથી મુક્તિની દશામાં અભાવ તથા ભાવ બંને રહે છે. મુક્ત જીવાત્માનો પરમેશ્વરની સાથે વ્યાપ્ય-વ્યાપક સંબંધ રહે છે.”
(ઉપદેશ-મંજરી, ૧૪મો ઉપદેશ) આનાથી સ્પષ્ટ છે કે મુક્તિ-વિષયમાં બધાં શાસ્ત્રોનો ક્યાંય પણ પરસ્પર વિરોધ નથી. શાસ્ત્રોમાં પરસ્પર-વિરોધની વાત કહેવી અથવા માનવી, એ શાસ્ત્રોની અનભિજ્ઞતા પ્રકટ કરવા સમાન છે.
(૬) ચોગ-દર્શનનો પ્રતિપાધ વિષય જે પ્રમાણે વૈદક શાસ્ત્રનાં ચાર મુખ્ય અંગ હોય છે-રોગ, રોગનું કારણ, આરોગ્ય, અને આરોગ્યનું સાધન ઔષધ (દવા), તે જ પ્રકારે યોગ-દર્શનના પણ ચાર ભાગ છે. (૧) હેય = દુઃખનું વાસ્તવિક રૂપ શું છે? કે જે હેય = ત્યાજય (ત્યાગવા યોગ્ય) છે (૨) હેયહેતુ = ત્યાજ્ય દુઃખનું વાસ્તવિક કારણ શું છે? (૩) હાન-દુઃખનો અત્યંત અભાવ શું છે? ૧૮
યોગદર્શન
For Private and Personal Use Only