________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આપણે નેત્રથી જોઈ લઈએ છીએ, તેના વિષયમાં શંકા નથી રહેતી. અથવા જેના વિષયમાં કાનોથી સાંભળ્યું છે, તેના પર પણ પૂરો વિશ્વાસ કરીએ છીએ. આ જ પ્રકારે
પિઓની વાતો પણ પ્રામાણિક હોય છે. અને જે વિષયનો સાક્ષાત્કાર કરીને શાસ્ત્રોમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે, તે વિષયમાં બ્રાન્તિ થવી કદાપિ સંભવ નથી, અને ન તો બે પિઓની વાતોમાં પણ પરસ્પર વિરોધની સંભાવના હોઈ શકે છે.
પરંતુ દુર્ભાગ્યવશ મધ્યકાલીન મત-મતાંતરોના પ્રવર્તક કેટલાક દર્શનોના વ્યાખ્યાતાઓએ પોત પોતાના સાંપ્રદાયિક સિદ્ધાંતોની પુષ્ટિમાં દર્શનશાસ્ત્રોને પણ દાર્શનિક સંઘ-મંચનો અખાડો બનાવી દીધો છે. જેદર્શનોનો અભ્યાસ કરીને માનવની જ્ઞાનનીતરસની તૃપ્તિ, અજ્ઞાનની નિવૃત્તિ તથા દુઃખોથી મુક્તિ થતી હતી તે જ પરસ્પર વિરોધોના કાદવકીચડમાં ભ્રાન્તિઓનો સ્રોત મનાવા લાગ્યા અને દર્શનોની મૌલિક વાતોને જ ઓઝલ (ઢાંકી દઈને) કરી દઈને દર્શનકાર પિઓને જ પરસ્પર વિરોધી કહેવાનું શરૂ કરી દીધું. પરસ્પર-વિરોધ, મિથ્યા કલ્પિત ભ્રાન્તિરૂપ મેઘોથી દર્શનરૂપ સૂર્યને પૂર્ણ રીતે ઢાંકી દેવામાં આવ્યો છે. અને જેમ સૂર્યના અભાવમાં હજારો દીપક પણ ઘોર અંધકારને છિન્ન ભિન્ન કરવામાં કદાપિ સમર્થ નથી થઈ શકતા, તે જ રીતે સત્યજ્ઞાનના પ્રકાશ વિના મત-મતાંતરોના ક્ષુદ્ર દીપક, અવિદ્યા, મિથ્યાજ્ઞાનને દૂર કરી શકયા નથી.
મહાભારત પછી પાંચ હજાર વર્ષો પછી આ દેશમાં એક પિએ જન્મ લઈને તથા યોગ-સાધના દ્વારા કુશાગ્રબુદ્ધિ થઈને સમસ્ત વૈદિક વાડમયને સારી રીતે પારખું, શાસોના વચનો પર પૂર્વાપર વિચાર કરીને, સત્ય સ્વરૂપને સમજ્યું અને દર્શનસૂર્યના આવરક મેઘસમૂહને છિન્ન-ભિન્ન કરતાં સ્પષ્ટરૂપે આ ઘોષણા કરી - દર્શનોમાં કયાંય પણ પરસ્પરવિરોધ નથી, પોત-પોતાના વિષયનું વર્ણન દરેક શાસકારે પોતાની રીતથી કર્યું છે. મહર્ષિ દયાનંદ લખે છે કે -
છ (૬) શાસ્ત્રોમાં અવિરોધ જુઓ જે આ પ્રકારે છે - મીમાંસામાં એવું કોઈ કાર્યજગતમાં નથી થતું કે જેના બનાવવામાં કર્મ ચણ ન કરવામાં આવે. વૈશેષિકમાં સમય લાગ્યા વિના બને જ નહીં. ન્યાયમાં ઉપાદાન કારણ ન હોવાથી કશુંય બની નથી શકતું. યોગમાં વિદ્યા, જ્ઞાનવિચાર ન કરવામાં આવે તો બની નથી શકતી. સાંખ્યમાં તત્ત્વોનો મેળ ન થવાથી બની નથી શકતું અને વેદાન્તમાં બનાવનારો ન બનાવે તો કોઈપણ પદાર્થ ઉત્પન્ન ન થઈ શકે. એટલા માટે સૃષ્ટિ છ (૬) કારણોથી બને છે, એ જ કારણોની એક એકની વ્યાખ્યા એક એક શાસ્ત્રમાં છે. એટલા માટે એમનામાં વિરોધ કંઈ નથી.
જેમ છ પુરુષ મળીને એક છાપરૂં ઉઠાવીને ભીંતો પર મૂકે તે જ રીતે સૃષ્ટિરૂપ કાર્યની વ્યાખ્યા જ શાસકારોએ મળીને પૂરી કરી છે. જેમ પાંચ આંધળા અને એક મંદ દષ્ટિવાળાને કોઈકે હાથીના એક એક ભાગને બતાવ્યો. તેમને પૂછયું કે હાથી
યોગદર્શન
૧૬
For Private and Personal Use Only