________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કેવો છે? તેમનામાંથી એકે કહ્યું કે થાંભલા જેવો, બીજાએ સૂપડા જેવો, ત્રીજાએ સાંબેલા જેવો, ચોથાએ ઝાડૂ જેવો, પાંચમાએ ચોતરા જેવો અને છઠ્ઠાએ કહ્યું કે કાળોકાળો ચાર થાંભલા ઉપર કંઈક પાડાના જેવા આકારવાળો છે. આ જ પ્રકારે આજકાલના અનાર્ષ નવીન ગ્રંથોને ભણનારાઓએ...ઋપિ પ્રણીત ગ્રંથોને ન ભણીને....એક બીજાની નિંદામાં તત્પર થઈને ખોટો ઝગડો મચાવ્યો છે...........(સ. પ્ર. આઠમો સમુલ્લાસ) (ખ) “(પ્રશ્ન) જેવો સત્ય-અસત્ય અને બીજા ગ્રંથોનો પરસ્પર વિરોધ છે, તેવો જ બીજાં શાસ્ત્રોમાં પણ છે. જેમ સૃષ્ટિ વિષયમાં છ શાસ્ત્રોનો વિરોધ છે - મીમાંસા કર્મ, વૈશેષિક કાળ, ન્યાય પરમાણુ યોગ પુરુષાર્થ, સાંખ્ય પ્રકૃતિ, અને વેદાંત બ્રહ્મથી ઉત્પત્તિ માને છે. શું એ વિરોધ નથી ? (ઉત્તર) પહેલું તો સાંખ્ય અને વેદાન્ત સિવાય બીજાં ચાર શાસ્ત્રોમાં સૃષ્ટિની ઉત્પત્તિ પ્રસિદ્ધ નથી લખી. અને તેમનામાં વિરોધ પણ નથી. કેમ કે તમને વિરોધ અવિરોધનું જ્ઞાન નથી. હું તમને પૂછું કે વિરોધ કઈ જગાએ હોય છે? શું એક જ વિષયમાં અથવા જુદા જુદા વિષયોમાં? (પ્રશ્ન)એક વિષયમાં અનેકોના પરસ્પર વિરૂદ્ધ વચન હોય તેને વિરોધ કહે છે, અહીં પણ સૃષ્ટિ એક જ વિષય છે. (ઉત્તર)નું વિદ્યા એક છે કે બે? એક છે, જો એક છે તો, વ્યાકરણ, વૈદક, જયોતિષ, વગેરે જુદા જુદા વિષયો કેમ છે? જેમ એક વિદ્યામાં અનેક વિદ્યાના અવયવોનું એક બીજાથી ભિન્ન પ્રતિપાદન હોય છે તે જ રીતે સૃષ્ટિ વિદ્યાના ભિન્ન ભિન્ન છ અવયવોનું છ શાસ્ત્રોમાં પ્રતિપાદન કરવાથી, તેમનામાં કોઈ જ વિરોધ નથી. જેમ-ઘડાના બનાવવામાં કર્મ, સમય, માટી, વિચાર, સંયોગ-વિયોગ વગેરેનો પુરુષાર્થ, પ્રકૃતિના ગુણ અને કુંભાર કારણ છે, તે જ રીતે સૃષ્ટિનું જે કર્મ કારણ છે તેની વ્યાખ્યા મીમાંસામાં, સમયની વ્યાખ્યા વૈશેષિકમાં, ઉપાદાન કારણની વ્યાખ્યા ન્યાયમાં, પુરુષાર્થની વ્યાખ્યા યોગમાં, તત્ત્વોના અનુક્રમથી પરિગણનની વ્યાખ્યા સાંખ્યમાં અને નિમિત્ત કારણ જે પરમેશ્વર છે, તેની વ્યાખ્યા વેદાન્ત શાસ્ત્રમાં છે. આમાં કોઈ વિરોધ નથી.
(સ.પ્ર. ત્રીજો સમુલ્લાસ) આ બંને સંદર્ભોથી મહર્ષિ દયાનંદની માન્યતા બિલકુલ સ્પષ્ટ થઈ રહી છે કે તે છ (૬) શાસ્ત્રોમાં પરસ્પર વિરોધ નથી માનતા. મહર્ષિની આ અલૌકિક સૂઝનો પ્રભાવ રોજબરોજ વધતો જ જઈ રહ્યો છે. દર્શનોના નિષ્પક્ષ અધ્યેતા વિદ્વાન-પુરુષ મહર્ષિની આ માન્યતાની દયથી પ્રશંસા કરે છે. અને હવે તો આ શારસોના અનુશીલનથી પણ સ્પષ્ટ છે કે તેમની મૌલિક માન્યતાઓમાં કયાંય પણ વિરોધ નથી, બલ્ક પર્યાપ્ત એકરૂપતા મળે છે. જેવી કે – દર્શનોની કેટલીક માન્યતાઓ નીચે પ્રમાણે લખી છે – (૧) ત્રિવિધ દુઃખાની નિવૃત્તિથી મોક્ષ-પ્રાપ્તિ થાય છે. (૨) સૃષ્ટિની રચનામાં ત્રણ અનાદિ કારણ છે - ઈશ્વર, જીવ અને પ્રકૃતિ.
પ્રાક્કથન
For Private and Personal Use Only