________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪) હાનોપાય = હાન = દુઃખ નિવૃત્તિનો ઉપાય શું છે?
આ ચારેય પ્રશ્નોના ઉત્તર યોગદર્શનમાં આ પ્રકારે આપવામાં આવ્યા છે. (૧) યો. ૨/૧૬ સૂત્રમાં કહેવામાં આવ્યું છે – જે ભાવિ દુઃખ છે તે જ ત્યાજય છે.
જે દુઃખ ભોગવી લીધું છે, અથવા વર્તમાન (હાલ)માં ભોગવી રહ્યાં છીએ,
તેની નિવૃત્તિના વિષયમાં વિચારવાનું નિરર્થક છે. (૨) યો. ૨/૧૭ સૂત્રમાં બીજા પ્રશ્નનો ઉત્તર આપવામાં આવ્યો છે - દ્રષ્ટા= જીવાત્મા
તથા દશ્ય = પ્રકૃતિનો સંયોગ જ દુઃખનું કારણ છે. અને એ સંયોગ અવિદ્યાવશ
થાય છે. (૩) યો. ૨/૨૫ સૂત્ર પ્રમાણે અવિદ્યાનો અભાવ થવાથી પ્રકૃતિ-પુરુષના
સંયોગનું ન થવું જ હાન (મોક્ષ) છે. તે વખતે પુરુષ સ્વરૂપ પ્રતિષ્ઠ, શુદ્ધ તથા
કેવલી થઈ જાય છે. (૪) યો. ર/ર૬ સૂત્ર પ્રમાણે અવિપ્લવા વિવેકખ્યાતિ જ હાન = મોક્ષનો ઉપાય છે.
મિથ્યાજ્ઞાનનું દશ્વબીજપત થવાથી અને પરવૈરાગ્યથી પવિત્ર થવાથી નિર્દોષ વિવેકખ્યાતિ જ મોક્ષનો ઉપાય છે. આ સંપૂર્ણ શાસ્ત્રમાં આ ચાર અંગોનું જ પ્રતિપાદન કરવામાં આવ્યું છે. (૭) યોગ દર્શનના પ્રતિપાધ વિષયોથી
મૈતવાદની સિદ્ધિ (૧) ચેતન-તત્ત્વ - જેને “પુરુષ' શબ્દથી પણ કહેવામાં આવેલ છે. સુખ દુઃખ કોને થાય છે? તેનો ઉત્તર આ દર્શનમાં સ્પષ્ટ આપ્યો છે કે પ્રકૃતિથી ભિન્નદ્રષ્ટાને જ દુઃખની અનુભૂતિ થાય છે અને દ્રષ્ટા પુરુષનો દુઃખ સ્વાભાવિક ધનથી. નહીંતર દુઃખથી મુક્તિ સંભવ જ ન બને. પ્રકૃતિ પરિણામવાળી છે અને પુરુષ પરિણામરહિત છે. આ શાશ્વત ચેતન સત્તા પરબ્રહ્મથી ભિન્ન છે તથા મોક્ષમાં પણ તેની પૃથકતા બની રહે છે. (૨) પ્રકૃતિ - એ ચેતન-તત્ત્વથી ભિન્ન અચેતન-તત્ત્વ છે. એ પરિણામ ધર્મવાળી છે. તેના સંયોગથી પુરુષમાં જે આસક્તિ ઉત્પન્ન થાય છે, તે જ દુઃખનું કારણ છે. આ પ્રકૃતિ ત્રિગુણાત્મિકા છે. આનાં જ પાંચ સ્થૂળભૂત તથા ઈદ્રિયો કાર્ય પદાર્થ છે. અને તેની પ્રવૃત્તિ પુરુષના ભોગ તથા અપવર્ગને માટે જ થાય છે. મૂળ પ્રકૃતિના પ્રકૃતિ-વિકૃતિરૂપે ચાર વિભાગ કર્યા છે - વિશેષ = સૂક્ષ્મ-સ્થૂળભૂત તથા ૧૧ ઈદ્રિયો. અવિશેપ = વિશેષનાં કારણ શબ્દતન્માત્રા, સ્પર્શતક્નાત્રા, રૂપતન્માત્રા, રસતન્માત્રા, ગંધતન્માત્રા તથા અમિતા = અહંકાર, લિંગ = અવિશેષોનું ઉપાદાન કારણ મહત્તત્ત્વ, આ પ્રકૃતિનો પહેલો વિકાર છે. અલિંગ = મહત્તત્ત્વનું ઉપાદાન કારણ છે. તેનું કારણ કોઈ નથી. એ શાશ્વત સત્તા છે. આ સમસ્ત સંસાર પ્રકૃતિનું જ કાર્ય છે.
પ્રાકથન
For Private and Personal Use Only