________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બાબતોની પુષ્ટિ મીમાંસામાં ‘અથાતો ધffઝા તથા ‘રોનાનો ધર્મ : ' કહીને કરી છે. યથાર્થમાં ક્રિયાત્મક રૂપનું ઉદાત્તરૂપ યજ્ઞ છે અને યજ્ઞોની મીમાંસા આ દર્શનમાં કરવામાં આવી છે. યજ્ઞ આદિ કર્મ-કાંડથી વેદ-મંત્રોનો અત્યધિક સંબંધ છે. સંપૂર્ણ કર્મકાંડ મંત્રોના વિનિયોગ પર આશ્રિત છે. મીમાંસા શાસ્ત્રમાં મંત્રોના વિનિયોગનું વિધાન કરવામાં આવ્યું છે. માટે ધર્મને માટે વેદને જૈમિનિએ પણ પરમ પ્રમાણ માન્યા છે, અને જેમ - નિરક્તમાં વેદ-મત્રોની સાર્થક્તાના વિષયમાં કોત્સના પૂર્વપક્ષને રાખીને યુક્તિયુક્ત ઉત્તર આપવામાં આવ્યો છે, તે જ રીતે મીમાંસા. (૧ર/૧)માં વેદમંત્રોને સાર્થક કહીને વિપક્ષના પ્રશ્નોનું સમાધાન કર્યું છે.
અને મીમાંસામાં વૈદિક યજ્ઞો પર સાંગોપાંગ ઊહાપોહ પણ કરવામાં આવ્યો છે. તેમાં મુખ્ય ભાગ ત્રણ માન્યા છે – દર્શપૂર્ણમાસ, જ્યોતિપ્રોમ = સોમયાગ, અને અશ્વમેધ. એ ત્રણેય પ્રકૃતિ યોગ હોવાથી મુખ્ય છે, અને તેમનો જે વિકૃત યોગ અગ્નિટોમ વગેરે છે, તે અપ્રધાન (ગૌણ) માનવામાં આવ્યા છે. યજ્ઞોમાં મંત્રોના વિનિયોગ પર જૈમિનિ મુનિએ શ્રુતિ, લિંગ, વાકય, પ્રકરણ, સ્થાન અને સમાખ્યા, આ મૌલિક આધાર માન્યા છે, જેની વ્યાખ્યા આ દર્શનમાં જ જોઈ શકાય છે, ઋત્વિજોના કર્મો પર વિચાર, સંવત્સર-યજ્ઞ વગેરેનું વૈજ્ઞાનિક વર્ણન, મંત્રનું લક્ષણ, વેદનું લક્ષણ, વેદ અને બ્રાહ્મણ ગ્રંથોના ભેદ, વેદોનું સ્વત: પ્રામાણ્ય, મંત્રોનો સ્વરસહિત પાઠ, અને યજ્ઞમાં એકશ્રુતિ પાઠ પર વિશેષ વિચાર, દેવતા વિચાર, વર્ણોને યજ્ઞનો અધિકાર, સ્ત્રીઓને યજ્ઞનો અધિકાર, નિપાદને પણ યજ્ઞ કરવાનો અધિકાર, વગેરે વિષયો પર આ દર્શનમાં ખૂબ ગૂઢ તેમ જ સ્પષ્ટ વિચાર કરવામાં આવ્યો છે. (૬) વેદાન્ત દર્શન-મહર્ષિ વ્યાસ દ્વારા પ્રણીત આ દર્શનને બ્રહ્મસૂત્ર' અથવા ઉત્તર મીમાંસા' પણ કહે છે. આ દર્શન પર શંકરાચાર્ય, રામાનુજ, મધ્વાચાર્ય વગેરે જુદા જુદા આચાર્યોએ પોતાના મતની માન્યતા પ્રમાણે વ્યાખ્યાઓ કરીને આ દર્શનના યથાર્થ સ્વરૂપને જ છૂપાવી દીધું છે. અને અધિકતર આ આચાર્યોની પોતાની માન્યતાઓને જ “વેદાન્ત' નામથી માનવામાં આવે છે. પરંતુ યથાર્થમાં મૂળદર્શનની વિરૂદ્ધ વ્યાખ્યાકારોની માન્યતાઓ કેવી રીતે માનવા યોગ્ય હોઈ શકે છે? વિચાર કરવાની વાત તો એ છે કે જો અદ્વૈતવાદ, વિશિષ્ટ-અદ્વૈતવાદ, વૈતવાદ, શુદ્ધ-અદ્વૈતવાદ વગેરે વેદાન્ત દર્શનના મૌલિક સિદ્ધાંત હોય, તો આ વાદોના પ્રવર્તક, આ આચાર્યોને શા માટે માનવામાં આવ્યા છે? પછી તો વેદાન્તદર્શનકારને જ આ વાદોના પ્રવર્તક માનવા યોગ્ય છે. પરંતુ એ વાદ વેદાન્તના નથી. એ તો આ આચાર્યોએ સ્વયં કલ્પના કરીને બનાવ્યા છે, અને એ બધા પાછા એક બીજાના પ્રબળ વિરોધી છે.
| વેદાન્તનો અર્થ છે - વેદોનો અંતિમ સિદ્ધાંત. વ્યાસમુનિના શિષ્ય જૈમિનિએ પૂર્વ મીમાંસામાં જે સિદ્ધાંતોનું પ્રતિપાદન કર્યું છે, તે વાસ્તવમાં વ્યાસ મુનિને પણ અભીષ્ટ છે. જૈમિનિએ વનતિક્ષો ધર્મ કહીને ધર્મને વેદોક્ત માન્યો છે અને ધર્મનો ઉદેશ્ય ૧૪
યોગદર્શન
For Private and Personal Use Only