________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રકૃતિ-પુરુષના સત્ય સ્વરૂપને જાણવું એ જ વિવેક કહેવાય છે અને વિવેકને પ્રાપ્ત કરવો
એ જ મોક્ષ કહેવાય છે.
મહર્ષિ કપિલના વિષયમાં નવીન દાર્શનિકોની એ મિથ્યા ધારણા છે કે તેઓ નાસ્તિક છે, કેમ કે તેઓ ઈશ્વરને નથી માનતા. પરંતુ દર્શનોના પારદષ્ટા મહર્ષિ દયાનંદે એ ભ્રાન્તિને મિથ્યા બતાવતાં સ્પષ્ટ લખ્યું છે કે – “જે કોઈ કપિલાચાર્યને અનીશ્વરવાદી કહેતો હોય તો જાણો કે તે જ અનીશ્વરવાદી છે, કપિલાચાર્ય નહીં” (સત્યાર્થ. સાતમો સમુ.) કપિલાચાર્યને નાસ્તિક બતાવનારા પ્રાયઃ આ સૂત્રને ઉદ્ધૃત કર્યા કરે છે - ‘ વરા fřદ્ધિ, (સાંખ્ય ૧/૯૨) અર્થાત્ સૂત્રમાં ઈશ્વરની સિદ્ધિનું ખંડન કર્યુ છે. પરંતુ તેમની આ માન્યતા પ્રકરણ વિરૂદ્ધ હોવાથી સત્ય નથી. સૂત્રમાં પાંચમી વિભક્તિ હેતુમાં છે. જેનાથી સ્પષ્ટ છે કે પ્રતિપાદ્ય પ્રતિજ્ઞા કંઈક જુદી (બીજી) જ છે. (સાં. ૧/૯૦, ૯૧) સૂત્રોમાં કહ્યું છે કે ઈશ્વરનુંયોગીઓને માનસ-પ્રત્યક્ષ થાય છે. જો ઈશ્વરનું માનસ-પ્રત્યક્ષ ન માનવામાં આવે તો શું આપત્તિ થશે ? આનો ઉત્તર (સાં. ૧/૯૨) સૂત્રમાં આપ્યો છે કે ઈશ્વરની સિદ્ધિ નહીં થઈ શકે.
આ પ્રકારે સાંખ્યનો ‘પુરુષ' શબ્દને સમજવામાં પણ ભ્રાન્તિ થઈ છે. સર્વત્ર પૂર્ણ હોવાથી પરમાત્માને પુરુષ કહે છે અને વિભિન્ન શરીરોમાં શયન કરવાના કારણે જીવાત્માને પણ પુરુષ કહે છે. નિરુક્ત (૨/૩)માં જીવાત્માથી પરમાત્માને જુદો બતાવવા માટે ‘અંતપુરુષ’ શબ્દનો અને યોગ દર્શનમાં ‘પુરુષ વિશેષ’ શબ્દનો પ્રયોગ કર્યો છે. સાંખ્યમાં પુરુષ શબ્દથી કયાં પરમેશ્વરનું તથા કયાં જીવાત્માનું ગ્રહણ થાય છે, તેનું વિવેચન વિદ્વાન-પુરુષો જ કરી શકે છે. મહર્ષિ દયાનંદે સાંખ્યકારના ગૂઢ તત્ત્વોનું અનુશીલન (અભ્યાસ) કરીને લખ્યું છે કે - ઈશ્વરને જગતનું ઉપાદાન કારણ સાંખ્યમાં નથી માન્યું. નિમિત્ત કારણ માનવાનું કયાંય ખંડન નથી કર્યું. કેમ કે ઉપાદાન કારણ માનતાં દોષ બતાવતાં લખે છે –
પ્રષાનાતિયોમા ધ્વ સંપત્તિ ।। (સાંખ્ય ૫/૮) સત્તામાત્રાબ્વેત્ સવૈશ્વર્યમ્। (સાંખ્ય ૫/૯)
આની વ્યાખ્યામાં મહર્ષિ દયાનંદ લખે છે કે “પુરુષને પ્રધાન શક્તિનો યોગ તો પુરુષમાં સંગ-આપત્તિ થઈ જાય અર્થાત્ જેમ પ્રકૃતિ સૂક્ષ્મમાંથી મળીને કાર્યરૂપમાં સંગત થઈ છે તે જ રીતે પરમેશ્વર પણ સ્થૂળ થઈ જાય. એટલા માટે પરમેશ્વર જગતનું ઉપાદાન કારણ નથી, પરંતુ નિમિત્ત કારણ છે. જો ચેતનથી જગતની ઉત્પત્તિ હોય તો જેવો પરમેશ્વર સમગ્ર ઐશ્વર્યયુક્ત છે, તેવો સંસારમાં પણ સર્વ ઐશ્વર્યનો યોગ હોવો જોઈએ કે જે નથી. એટલા માટે પરમેશ્વર જગતનું ઉપાદાન કારણ નથી, પરંતુ નિમિત્ત કારણ છે.” (સ.પ્ર. સાતમો સમુલ્લાસ) આ સાંખ્ય સૂત્રોથી સ્પષ્ટ છે કે કપિલાચાર્યે ઈશ્વરની સત્તાનો નિષેધ કયાંય પણ નથી કર્યો, પરંતુ પરબ્રહ્મને જગતનું ઉપાદાનકારણ માનીનેસૃષ્ટિઉત્પત્તિ માનનારાઓના
૧૨
યોગદર્શન
For Private and Personal Use Only