________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪) વૈદિક દર્શનોનો સામાન્ય પરિચય સમસ્ત ભારતીય દર્શનોને આસ્તિક નાસ્તિક ભેદથી બે ભાગોમાં વહેંચવામાં આવ્યા છે. જે દર્શન ઈશ્વર તથા વેદોકત વાતો પર વિશ્વાસ નથી કરતા, તે નાસ્તિક વર્ગમાં પરિગણિત કરવામાં આવે છે. તેમાં ચાર્વાક દર્શન, જૈન દર્શન તથા બૌદ્ધ દર્શન મુખ્ય છે. અને જે ઈશ્વર તથા વેદો પર વિશ્વાસ જ નથી કરતા, પ્રત્યુત તેને પરમ પ્રમાણ માનીને વેદાનુકૂળ વાતોનું વ્યાખ્યાન કરે છે, એવાં દર્શનોને આસ્તિકવર્ગમાં માનવામાં આવે છે - અને તેમનો સામાન્ય પરિચય આ પ્રમાણે છે. (૧) ન્યાય-દર્શન - મહર્ષિ ગૌતમ રચિત આ દર્શનમાં પ્રમાણ-પ્રમેય આદિ સોળ પદાર્થોના તત્ત્વજ્ઞાનથી મોક્ષ-પ્રાપ્તિનું વર્ણન કરવામાં આવ્યું છે, એમાં આ પદાર્થોના વર્ણનમાં આ ક્રમ રાખ્યો છે. - પ્રથમ ઉદ્દેશ્યકપદાર્થોનું નામપૂર્વક કથન. પછી તેમનાં લક્ષણ તથા ત્યારપછી તેમની વિસ્તૃત પરીક્ષા. વિદ્યામૃતનુતે આ વેદ-મંત્ર પ્રમાણે મોક્ષ-પ્રાપ્તિનો આ ક્રમ રાખવામાં આવ્યો છે - પદાર્થોના તત્ત્વજ્ઞાનથી મિથ્યાજ્ઞાનની નિવૃત્તિ થવાથી ક્રમશઃ રાગ, દ્વેષ, લોભ આદિ દોષોની નિવૃત્તિ, અશુભ કર્મોમાં પ્રવૃત્તિનું ન થવું, ત્યારપછી જન્મ આદિ દુઃખોની નિવૃત્તિથી મોક્ષ પ્રાપ્ત થાય છે. અને પ્રાર્થપરીક્ષ ચાલે? આ ન્યાયની પરિભાષા પ્રમાણે ન્યાય કરવાની પદ્ધતિ તથા તેમાં જય-પરાજયનાં કારણો (નિગ્રહસ્થાન વગેરે)નો સ્પષ્ટ નિર્દેશ કરવામાં આવ્યો છે. સંશયાસ્પદ વિષયો પર નિર્ણય કરવાનો પ્રકાર, વાદની પંચાવયવ આદિરૂપ પદ્ધતિ તથા વાદમાં થતાં હેત્વાભાસ, જલ્પ, વિતંડાવાદ વગેરે દોષોનો પરિહાર પણ સમજાવવામાં આવ્યો છે. સંશય, મિથ્યાજ્ઞાન આદિની નિવૃત્તિ ન્યાય દર્શનની શૈલીથી સુકર (સહેલું) તેમ જ સુગમ થઈ જાય છે. અને જે વેદ આદિ શાસ્ત્રો તથા ઈશ્વરને નથી માનતા તેમની સાથે અથવા કોઈપણ વિષય પર વાદ કેવી રીતે કરવો જોઈએ? તેમને હરાવવાની પાંચ અવયવરૂપ પરાર્થ-અનુમાનની વિશેષ પદ્ધતિનો પણ સ્પષ્ટ ઉલ્લેખ મળે છે. આ ન્યાયવિદ્યાને આન્વીક્ષિકી વિદ્યા પણ કહે છે. આ દર્શનમાં પરમેશ્વરને સૃષ્ટિકર્તા, નિરાકાર, સર્વવ્યાપક, જીવાત્માને શરીર વગેરેથી ભિન્ન પરિચ્છિન્ન તથા પ્રકૃતિને અચેતન તથા સૃષ્ટિનું ઉપાદાન કારણ માનીને સ્પષ્ટરૂપે મૈતવાદનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે. આ દર્શન પર મહર્ષિ વાત્સ્યાયનનું પ્રામાણિક પ્રાચીન ભાપ્ય ઉપલબ્ધ છે. (૨) વૈશેષિક – દર્શન - મહર્ષિ કણાદ-રચિત આ દર્શનમાં ધર્મના સાચા સ્વરૂપનું કથન કરવામાં આવ્યું છે. એમાં સાંસારિક ઉન્નતિ તથા નિઃશ્રેયસ સિદ્ધિના સાધનને ધર્મ માનવામાં આવ્યો છે. માટે માનવના કલ્યાણને માટે તથા પુરુષાર્થ ચતુષ્ટય (ધર્મ, અર્થ, કામ, મોક્ષ)ની સિદ્ધિને માટે ધર્મનું અનુષ્ઠાન કરવાનું પરમ આવશ્યક માનવામાં આવ્યું છે. ધર્મના આ સત્ય સ્વરૂપને ના સમજીને મત-મતાંતરવાળાઓએ સંસારમાં ધર્મના નામ પર જે બાહ્ય આડંબર બનાવી રાખ્યો છે. અને તેઓ પરસ્પર દ્વેષ-અગ્નિથી
૧૦
યોગદર્શન
For Private and Personal Use Only