________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પક્ષમાં દોષ બતાવ્યા છે અને સાંખ્ય સૂત્રોમાં (૩/૫૫-૫૭) ઈશ્વરને સર્વવિત્, જીવોના કર્મફળદાતા, તથા પ્રકૃતિનિયંતા માનીને ઈશ્વરની સત્તાને સ્પષ્ટરૂપથી માની છે. અને પાંચમા અધ્યાયના (૫/૪૫-૫૧) સૂત્રોમાં તો ઈશ્વરોક્ત વેદને પણ અપૌરુપેય હોવાથી સ્વતઃ પ્રમાણ માન્યા છે. એટલે અહીંયા પણ વેદોને ઈશ્વરોક્ત માનવાથી ઈશ્વરની સત્તાનો સ્વીકાર કર્યો છે. અને વેદોને ઈશ્વરોક્ત માનવા પર બળ આપતાં એ પણ લખ્યું છે કે વેદનો કર્તા કોઈપણ મુક્ત આત્મા અથવા બદ્ધ (બંધનવાળો) પુરુષ નથી થઈ શકતો. (૪) યોગ-દર્શન – મહર્ષિ-પતંજલિરચિત યોગદર્શનમાં ઈશ્વર, જીવાત્મા તથા પ્રકૃતિનું સ્પષ્ટરૂપે કથન કરવામાં આવ્યું છે. સાંખ્ય અને યોગના સિદ્ધાંતોમાં પર્યાપ્ત સામ્ય છે, એમાં ઈશ્વરનું સત્ય સ્વરૂપ, મોક્ષ પ્રાપ્તિનાં ઉપાય તથા વૈદિક ઉપાસના પદ્ધતિનું વિશેષરૂપે વર્ણન કરવામાં આવ્યું છે. યોગ કોને કહે છે ? જીવના બંધનના કારણો કયાં છે ? યોગસાધકની વિભિન્ન સ્થિતિઓ તથા વિભૂતિઓ કઈ કઈ છે ? મનની વૃત્તિઓ કઈ છે? મનનો સંબંધ કયાં સુધી પુરુષની સાથે રહે છે? ચિત્તવૃત્તિઓના નિરોધના શા ઉપાય છે ? ઇત્યાદિ યૌગિક વિષયોનું વિસ્તૃત વર્ણન કરવામાં આવ્યું છે. વર્તમાનકાળમાં આસ્તિક જગતમાં ઉપાસના પદ્ધતિના નામ પર જે પાખંડ તથા પરસ્પર વિરોધી પરંપરાઓ પ્રચલિત થઈ રહી છે, તે ઉપાસના-યોગની પદ્ધતિને અનુકૂળ ન હોવાથી મિથ્યા છે. દેવી-દેવતાઓની પ્રતિમાઓની પૂજા, દેવી-જાગરણ, કબરોની પૂજા, ઊંચા સ્વરથી ઈશ્વરનું આહ્વાન કરવું, ઘંટ-ઝાલર વગાડીને ઈશ્વરની ઉપાસના સમજવી, વગેરે બધી જ માન્યતાઓ યોગભ્રષ્ટ તેમ જ યોગથી વિમુખ લોકો દ્વારા ચલાવવામાં આવી છે. પરમેશ્વરનું મુખ્ય નામ ‘ઓન (પ્રણવ)નો જપ ન કરીને, બીજા નામોથી પરમેશ્વરની સ્તુતિ, પ્રાર્થના તથા ઉપાસના અપૂર્ણ જ છે. યોગદર્શન પ્રમાણે પરમેશ્વરનું ધ્યાન બાહ્ય ન હોઇ આંતરિક જ હોય છે. જ્યાં સુધી ઇંદ્રિયો બાહ્ય-મુખી હોય છે, ત્યાં સુધી પરમેશ્વરનું ધ્યાન કાપિસંભવ નથી. એટલા માટે ઈશ્વરની સાચી ભક્તિને માટે યોગ-દર્શન એક અનુપમ શાસ્ત્ર છે. યોગ-દર્શન પર મહર્ષિ-વ્યાસનું પ્રાચીન તેમ જ પ્રામાણિક-ભાષ્ય ઉપલબ્ધ છે.
(૫) મીમાંસા-દર્શન ઃ મહર્ષિ – જૈમિનિ દ્વારા પ્રણીત આ દર્શનમાં ધર્મ અને ધર્મીનું વર્ણન કરવામાં આવ્યું છે. આ દર્શનમાં વૈદિક યજ્ઞોમાં મંત્રોનો વિનિયોગ, યજ્ઞોની સાંગોપાંગ પ્રક્રિયાઓનો ઉદ્યપોહ કરવામાં આવ્યો છે. જો યોગ-દર્શન અંતઃકરણની શુદ્ધિના ઉપાયો તથા અવિદ્યાના નાશના ઉપાયોનું વર્ણન કરે છે, તો મીમાંસા માનવના પારિવારિક જીવનથી રાષ્ટ્રીય જીવન સુધીનાં કર્તવ્યો-અકર્તવ્યોનું વર્ણન કરે છે. જેનાથી સમસ્ત રાષ્ટ્રની સર્વવિધ-ઉન્નતિ સંભવ છે. અશ્વમેધ આદિ યજ્ઞોનું વર્ણન આજ વાતનું પરિચાયક છે. વૈશેષિક દર્શનના ‘તત્વપનાવાનાયસ્થ પ્રામાખ્યમ્’ તથા આ જ દર્શનના પ્રશસ્તપાદ-ભાષ્યના તત્ત્વે વનોના મિવ્યવતાવ્યાંરેવ ' માં જે વેદોને ઈશ્વરોક્ત હોવાથી પ્રામાણિક માનવામાં આવ્યા છે અને વેદોક્ત વાતોને જ ધર્મ માન્યો છે,
>
તે જ
પ્રાથન
For Private and Personal Use Only
૧૩