________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બળી રહ્યા છે, તેનું સમૂળ નિરાકરણ ધર્મના સત્ય સ્વરૂપને સમજવાથી થઈ જાય છે. આ દર્શનમાં દ્રવ્ય, ગુણ, કર્મ, સામાન્ય, વિશેષ અને સમવાય આ છ (૬) પદાર્થોના સાધર્મ તથા વૈધર્મના તત્ત્વજ્ઞાનથી મોક્ષ પ્રાપ્તિ માનેલ છે. આ દર્શનની આ સાધર્મ્સ-વૈધર્મ જ્ઞાનની એક વિશેષ પદ્ધતિ છે, જેને ન જાણવાથી ભ્રાન્તિઓનું નિરાકરણ કરવું સંભવ નથી અને વેદ વગેરે શાસ્ત્રોને સમજવામાં પણ અત્યધિક ભ્રાન્તિઓ ઉત્પન્ન થાયછે. જેમ કે કોઈ નવીન વેદાન્તીએ અદ્વૈતવાદને સિદ્ધ કરવાને માટે કહી દીધું – નીવો બ્રોવ ચેતનત્થાત્ અર્થાત્ ચેતન હોવાથી જીવ તથા બ્રહ્મ એક જ છે, પરંતુ આ માન્યતાનું ખંડન સાધર્મ્સ-વૈધર્મથી થઈ જાય છે. જોકે જીવ-બ્રહ્મ બંને જ ચેતન છે પરંતુ આ સાધર્મ્સથી બંને એક નથી થઈ શકતા. તેમના વિશેષ ધર્મ તેમના ભેદક (જુદા પાડનાર) હોય છે. જેમ – કે ચાર પગ માત્ર હોવાથી ગાય-ભેંસ એક નથી થઈ શકતા. બ્રહ્મના વિશેષ ધર્મ છે – સર્વત્ર વ્યાપક, સર્વજ્ઞ, સૃષ્ટિકર્તા વગેરે અને જીવના વિશેષ ધર્મ છે – પરિચ્છિન્ન, અલ્પજ્ઞ, ભોક્તા વગેરે. આ જ પ્રકારે પૃથ્વી વગેરે પંચમહાભૂત વિશેષ ધર્મોના કારણે જ જુદા-જુદા કહેવાય છે. આ દર્શનની સૂક્ષ્મ પદાર્થોને સમજાવવાની પદ્ધતિને ન જાણવાથી જ વેદાન્ત દર્શનનાં સૂત્રોની વ્યાખ્યામાં વધારેમાં વધારે ભ્રાન્તિઓ ઉત્પન્ન થઈ. બ્રહ્મ જગતનું ઉપાદાન કારણ છે અથવા નિમિત્ત કારણ ? આ ભ્રાન્તિનું નિરાકરણ આ દર્શનના ‘ધારાળપૂર્વક વાર્યનુળોત્કૃષ્ટ ' અર્થાત્ કારણના ગુણ કાર્યમાં હોય છે, આ નિયમને સમજવાથી સારી રીતે થઈ જાય છે. આ દર્શનની કસોટી ૫૨ પરીક્ષા કરતાં અદ્વૈતવાદાદિનો મિથ્યાવાદ સ્વતઃ જ ધરાશાયી થઈ જાય છે. આ દર્શન વેદોક્ત-ધર્મની જ વ્યાખ્યા કરે છે. આ દર્શનમાં વેદોને ઈશ્વરોક્ત હોવાથી પરમ પ્રમાણ માનવામાં આવ્યાં છે. આ દર્શનના સૂત્રો પર પ્રાચીન ‘પ્રશસ્ત-પાદ-ભાષ્ય' ઉપલબ્ધ છે.
(૩) સાંપ્ય – દર્શન – મહર્ષિ કપિલ રચિત આ દર્શનમાં સત્કાર્યવાદના આધાર ૫૨ આ સૃષ્ટિનું ઉપાદાન કા૨ણ પ્રકૃતિને માનેલ છે. આ દર્શનનો એ સ્પષ્ટ સિદ્ધાંત છે કે અભાવથી ભાવ અથવા અસતથી સતની ઉત્પત્તિ કદાપિ સંભવ નથી. સત કારણથી જ સત્કાર્યોની ઉત્પત્તિ થઈ શકે છે. અને આ અચેતન પ્રકૃતિ પરબ્રહ્મના નિમિત્તથી પુરુષને માટે પ્રવૃત્ત થાય છે. પ્રકૃતિથી સૃષ્ટિરચનાનો ક્રમ તથા સંહારનો ક્રમ એમાં વિશેષરૂપે બતાવવામાં આવ્યો છે. નવીન વેદાન્તીઓની જગતને મિથ્યા માનવાની માન્યતાનું
આ દર્શનથી સમૂળગું ઉન્મૂલન થઈ જાય છે. આ દર્શનમાં પ્રકૃતિને પરમસૂક્ષ્મ કારણ તથા તેની સહિત ૨૪ (ચોવીસ) કાર્ય પ્રદાર્થોનું સ્પષ્ટ વર્ણન કરવામાં આવ્યું છે અને પુરુષ ૨૫મું (પચ્ચીસમું) તત્ત્વ માનવામાં આવ્યું છે, કે જે પ્રકૃતિનો વિકાર નથી. આ પ્રકારે પ્રકૃતિ સમસ્ત કાર્ય-પદાર્થોનું કારણ તો છે જ, પરંતુ પ્રકૃતિનું કોઈ કારણ નથી, કેમ કે તેની શાશ્વત સત્તા છે. પુરુષ ચેતન તત્ત્વ છે તો પ્રકૃતિ અચેતન પુરુષ પ્રકૃતિનો ભોક્તા છે, પ્રકૃતિ સ્વયં ભોક્તા નથી. પુરુષ દરેક શરીરે જુદાં જુદાં હોવાથી અનેક છે.
પ્રાકથન
: ૧૧
For Private and Personal Use Only