________________
२८
જો એમ માનવામાં આવે કે જીવ પુગલદ્રવ્યોને કર્મભાવથી પરિણમાવે છે તો પ્રશ્ન ઉપસ્થિત થાય છે કે રવયં નહિ પરિણમતિ એ વર્ગણાઓને ચેતન આત્મા કેવી રીતે પરિણમન કરાવી શકે ? અથવા જો પુદ્ગલદ્રવ્ય પોતાની મેળે જ કર્મભાવથી પરિણમન કરે છે, તો જીવ કર્મરૂપ પરિણમન કરાવે છે - આ કથન મિથ્યા સિદ્ધ થાય છે.
યુક્ત વિપ્રતિપતિનું નિરાકરણ કરતાં આચાર્યદવ કહે છે કે જો કે સર્વ દ્રવ્ય પરિણમન સ્વભાવવાળા છે, એટલે એ પોતપોતાના ભાવના સ્વયં જ કર્તા છે. એટલે કર્મરૂપ પરિણમિત પુદ્ગલદ્રવ્યનો કર્તા કર્મ જ છે - જ્ઞાનાવરણીયાદિ પરિણમિત પુદ્ગલદ્રવ્યનો કર્તા જ્ઞાનાવરણીયાદિ જ છે.
આ પ્રમાણે પુદ્ગલદ્રવ્યનો પરિણામિત્વ સિદ્ધ કરીને પછીથી જીવદ્રવ્યનું પરિણામિત્વ સિદ્ધ - કરતાં સાંખ્ય મતને પ્રસ્તુત કરે છે.
આ જીવ કર્મમાં સ્વયં નથી બંધાયો અને ક્રોધાદિભાવથી સ્વયં નથી પરિણમતો - જો એમ માનો તો જીવ અપરિણામી સિદ્ધ થાય છે અને જીવ સ્વયં ક્રોધાદિરૂપ ન પરિણમવાથી સંસારનો અભાવ થાય છે. આ પ્રમાણે સાંખ્યમતનો પ્રસંગ આવે છે.
જો એમ માનવામાં આવે પુદગલકર્મરૂપ ક્રોધ જીવને ક્રોધરૂપ પરિણમન કરાવે છે તો સ્વયં નહિ પરિણમતોથકો એ જીવને ક્રોધ કેમ પરિણમન કરાવી શકે છે? અથવા આત્માસ્વયં ક્રોધભાવથી પરિણમતો હોય તો ક્રોધ જીવને ક્રોધરૂપ પરિણમન કરાવે છે આ કથન મિથ્યા સિદ્ધ થાય છે.
એટલે સિદ્ધ થાય છે કે ક્રોધાદિ કષાયમાં ઉપયુક્ત આત્મા ક્રોધાદિ કષાયમય જ છે.
આ પ્રમાણે સ્પષ્ટ છે કે આત્મા જે ભાવ કરે છે, એ ભાવરૂપ કર્મનો એ કર્તા છે. જ્ઞાનીના એ ભાવ જ્ઞાનમય છે. જ્ઞાનમય ભાવમાંથી જ્ઞાનમય ભાવ જ ઉત્પન્ન થાય છે, એટલા માટે જ્ઞાનીઓના સમસ્તભાવ જ્ઞાનમય જ છે, એ કર્મોના કર્તા નથી, પરંતુ અજ્ઞાનીના ભાવ અજ્ઞાનમય છે. અજ્ઞાનમય ભાવોમાંથી જ અજ્ઞાનમય ભાવ ઉત્પન્ન થાય છે, એટલે અજ્ઞાનીઓના ભાવ અજ્ઞાનમય જ હોય છે. અજ્ઞાનીને અજ્ઞાન, મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને યોગના ઉદયના કારણે જ દ્રવ્યકર્મનો બંધ થાય છે.
જીવોને વસ્તુસ્વરૂપનું જ્ઞાન ન હોવું એ જ અજ્ઞાનનો ઉદય છે, તત્ત્વનું અશ્રદ્ધાન જ મિથ્યાત્વનો ઉદય છે, અત્યાગ ભાવ એ જ અસંયમનો ઉદય છે, મલિન ઉપયોગ એ જ કષાયનો ઉદય છે અને શુભઅશુભ પ્રવૃત્તિ અથવા નિવૃત્તિરૂપ મન-વચન-કાયાશ્રિત ચેષ્ટાનો ઉત્સાહ એ જ યોગનો ઉદય છે.
ઉક્ત ઉદયોના હેતુભૂત હોવાથી કાર્મણવર્ગણાઓ જ્ઞાનાવરણાદિરૂપથી આઠ પ્રકાર પરિણમિત થાય છે અને જ્યારે તે કામણવર્ગણાઓ વસ્તુતઃ જીવની સાથે બંધાય છે ત્યારે જીવ સ્વયં પોતાના અજ્ઞાનમય પરિણામોનો હેતુ થાય છે.
ઉક્ત પરિણામોમાં પુગલદ્રવ્યના પરિણામ જીવથી ભિન્ન જ છે, કારણ કે જો પુદ્ગલદ્રવ્યનું જીવની સાથે સાથે કર્મરૂપ પરિણામ માનીએ તો પુગલ અને જીવ બન્ને જ વસ્તુતઃ કર્મરૂપ પરિણમિત થઈ જાય,