________________
૧ હજુ જાણ્યું નથી કેમકે શાસ્ત્રમાં
રહ્યો છે.
શ્રી સદ્ગુરુ ભક્તિ રહસ્ય
૧૯ ઘર્મ માટે જેટલાં સાધનો મળી આવ્યાં તે બઘાં કર્યા, પરંતુ તે બઘાં સાઘનો આત્માને સંસારમાંથી મુક્ત કરવાને બદલે બંઘન કરનારાં નીવડ્યાં. અસત્ સાઘન હોવાથી શુભાશુભ બંઘ કરી સંસાર વઘારનારાં થયાં. હવે મારી સમજ પ્રમાણે તો એકે ઉપાય બાકી રહ્યો નથી. છતાં આત્માને મુક્ત કરે એવું સત્ સાઘન શું તે હજુ જાણ્યું નથી. શાસ્ત્રમાં કહ્યું છે તે બધું કરી ચૂક્યો પણ માર્ગ હાથ ન લાગ્યો; કેમકે શાસ્ત્રમાં તો માર્ગ કહ્યો છે પણ મર્મ કહ્યો નથી. મર્મ તો સત્પરુષના અંતરમાં રહ્યો છે. તે મર્મ સમજવો બાકી રહ્યો છે. તે સત્પરુષની ભક્તિ દ્વારા સમજાય. સત્પરુષે આચર્યો તે ઘર્મ, ભક્તિથી “સપુરુષના આત્માની ચેષ્ટાને વિષે વૃત્તિ રહે, અપૂર્વ ગુણ દ્રષ્ટિગોચર થઈ અન્ય સ્વચ્છેદ મટે અને સહેજે આત્મબોઘ થાય.” (છ પદનો પત્ર) જ્ઞાની આત્માના ઉપયોગમાં રહે છે તેથી તેમને બીજું પ્રવર્તન કરતાં પણ સંવર છે. આસ્રવમાં સંવર છે. સંવર એટલે આત્મામાં ઉપયોગ રહે તેથી કર્મબંઘન થતાં અટકે, તે જેથી થાય એ સત્સાધન. તે જ્ઞાનીની અંતર્ચર્યા ઓળખતાં સમજાય, ત્યારે પોતે આરાધી શકે. કૃપાળુદેવ જ્ઞાની હતા કારણ કે તેઓ ઘણી વિકટ ઉપાધિઓ છતાં નિર્લેપપણે આત્મસ્વરૂપમાં જ સ્થિર રહેતા. એ આશ્ચર્યકારી દશા સમજવા ભક્તિ જોઈએ.
પ્રભુ પ્રભુ લય લાગી નહીં, પડ્યો ન સદ્ગુરુ પાય; દીઠા નહિ નિજ દોષ તો, તરિકે કોણ ઉપાય ? ૧૮
બાળક હઠ લે તો જે માગે તે સિવાય બીજી ગમે તેવી કીમતી વસ્તુથી પણ ન માને તેમ જ્ઞાનીએ કહ્યું તે જ કરવું એવી