________________
૩૩
ક્ષમાપના
હે ભગવાન! હું બહુ ભૂલી ગયો.
વ્યવહારમાં કંઈ દોષ થયો હોય તો એમ કહેવાય છે કે હું બહુ ભૂલી ગયો. હવે નહીં કરું. પરંતુ અહીં જે દોષ અથવા ભૂલ કહેવી છે તે સર્વ ભૂલની મૂળ ભૂલ, સૈદ્ધાંતિક ભૂલ છે કે જેના કારણે અનાદિ કાળથી સંસારમાં રખડવું પડે છે, જન્મમરણ થયાં કરે છે. તે એ કે અન્યને પોતાનું માનવું અને પોતે પોતાને ભૂલી જવું. ભાવનાબોઘમાં કૃપાળુદેવે ભરતેશ્વરનું દ્રષ્ટાંત આપ્યું છે, તેમાં આંગળી પરથી વીંટી સરી પડવાથી ભરતેશ્વરને સ્વપરનો વિચાર જાગૃત થયો કે હું મને સ્વરૂપવાન માનું છું તે તો વસ્ત્ર આભૂષણની શોભા છે અને શરીરની શોભા માત્ર ત્વચાને લઈને છે. ત્વચા ન હોય તો જણાય કે તે મહા દુર્ગથી પદાર્થોથી ભરપૂર છે. આવો દેહ તે પણ મારો નથી તો તે નવયૌવનાઓ, તે કુળદીપક પુત્રો, તે અઢળક લક્ષ્મી, તે છે ખંડનું રાજ્ય વગેરે મારાં ક્યાંથી હોય ? એ સર્વને મેં મારાં માન્યાં, તેમાં સુખની કલ્પના કરી તે અજ્ઞાનને લઈને ભૂલ થઈ હતી. હવે કોઈ પણ વસ્તુમાં મમત્વ ન કરું. અહો ! હું બહુ ભૂલી ગયો, એટલું કહેતાંમાં તો ભરતેશ્વરના અંતરમાંથી તિમિરપટ ટળી ગયું અને શુક્લધ્યાન પ્રાપ્ત થયું, તેથી અશેષ ઘનઘાતી કર્મ બળીને ભસ્મ થયાં તેથી કેવળજ્ઞાન પ્રગટ થયું ! ભરતેશ્વરની રિદ્ધિ ઉત્કૃષ્ટ હતી તો પણ તેનું મમત્વ તેઓએ ઉતારી નાખ્યું. તેમ દરેક જીવ વિચારે તો સમજાય કે અનાદિકાળથી પર વસ્તુમાં