________________
ભક્તિનો ઉપદેશ
૧૦૫ ભક્ત થાય. નવઘાભક્તિમાં છેલ્લી ભક્તિનું નામ પરાભક્તિ છે, જેમાં ભગવાન અને પોતામાં ભેદ ન રહે. “જિન થઈ જિનને જે આરાધે, તે સહી જિનવર હોવે રે.”
(૧) પહેલી કડીમાં ભક્તિ વિષે સામાન્ય કહ્યું કે તે શાંતિ આપે, પરિણામે પુણ્ય ફળ આપે અને છેવટે મોક્ષ આપે.
(૨) બીજી કડીમાં સાક્ષાત્ તત્કાળ ફળ બતાવ્યું કે ભક્તિમાં ઉલ્લાસ આનંદ આવે તો દેહભાવ ભૂલે, પોતે અંતરાત્મા થઈને પરમાત્માની ભક્તિ કરે તો આત્મસ્વરૂપ પ્રગટે અને મનના તાપ ઉતાપ મટે તથા અતિ નિર્જરા થાય.
(૩) ભગવાનને ભજતાં પોતાના ભાવ પણ તેવા થાય. સદા સમભાવી પરિણામ રહે. ભગવાનને ભજતાં ભગવાનનાં ગુણો સદા સાંભરે તેથી પોતાના ભાવ પણ તેવા થાય.
(૪) શુભ ભાવ વડે મન શુદ્ધ થાય. એ શુભભાવ નિરંતર રહે તે માટે મંત્ર એ સત્સાઘન છે. તેથી મનના વિકારો બઘા દૂર થાય.
(૫) એ સ્વરૂપ જેમ જેમ આત્મામાં પ્રકાશ પામશે તેમ તેમ રાગદ્વેષ ક્ષય થશે અને જેમ જેમ રાગદ્વેષ ક્ષય થશે તેમ તેમ વળી આત્મસ્વરૂપ વિશેષ પ્રકાશ પામશે. આત્મભાવના કરતાં રાગદ્વેષનો ક્ષય થાય. એ રીતે પ્રપંચરૂપ વિષય-કષાયને બાળી નાખો.
છે,
"
k
•