________________
૩૧૦
નિત્યનિયમાદિ પાઠ તેમને ઘીરજ શાંતિ પ્રાપ્ત થાય એવી પોતાથી બનતી સહાય કરવારૂપ કોમળ પરિણામ, દયાર્દુ પરિણામથી હૃદય સદાય કરુણાયુક્ત રહો. | દુર્જન, માયાવી, પ્રપંચી, ક્રૂર, હિંસકપરિણામી, અને કુમાર્ગમાં આસક્ત એવા મિથ્યાત્વી અજ્ઞાની પરઘર્મી જીવોને જોતાં તેમના પ્રત્યે ક્રૂર, ક્રોઘ પરિણામથી મારા અંતરમાં ક્ષોભ, વિક્ષેપ, ખળભળાટ, અશાંતિ ન થાઓ, તેવા જીવો પ્રત્યે તેમના દોષને જોઈ તિરસ્કાર ન થાઓ, પરંતુ તેઓ બિચારા કર્મને આધીન છે તેમાં તેમનો શું દોષ છે ? એમ વિચારી તેમના પ્રત્યે સામ્યભાવ, મધ્યસ્થ ભાવના રહે એવી આત્મપરિણતિ થઈ જાઓ. ગુણી જનોં કો દેખ હૃદયમેં, મેરે પ્રેમ ઉમડ આવે, બને જહાં તક ઉનકી સેવા, કરકે યહ મન સુખ પાવે; હોઊં નહીં કૃતઘ કભી મેં, દ્રોહ ન મેરે ઉર આવે, ગુણ ગ્રહણકા ભાવ રહે નિત, દૃષ્ટિ ન દોષોં પર જાવે. ૬
જે જીવોમાં આત્મિક સગુણો પ્રગટેલા જણાય તેવા સદ્ગુણી આત્માર્થી સદ્ધર્મપરાયણ સત્પરુષાર્થયુક્ત જીવોને જોતાં મારા હૃદયમાં પ્રમોદભાવની વૃદ્ધિ થઈ તેમના પ્રત્યે પ્રેમ અને ઉલ્લાસ ભાવ સદાય રહો. તેવા સદ્ગુણી જીવોની મારાથી જેટલી બને તેટલી સેવા કરું. અને એવી સેવા કરવાની મળે તો મહાભાગ્ય જાણી મનમાં સુખી આનંદિત થાઉં..
કોઈ પણ જીવનો કરેલો ઉપકાર કદાપિ ઓળવું નહીં. એ કૃતજ્ઞતા ગુણ વિભૂષણરૂપ જાણું. અને ઉપકારને ઓળવવારૂપ