________________
મેરી ભાવના
૩૦૯ દેહ, ગેહ ઇત્યાદિ સર્વ પરવસ્તુમાં હું અને મારું એમ અહંકાર કરીને ફરું છું, તથા કુલ, રૂપ, વિદ્યા, બળ, ઘન, ઇત્યાદિનો ગર્વ કરી બીજાથી હું મોટો છું એવા અભિમાનથી મત્ત થઈ ફરું છું. તે, અનંતજ્ઞાન-દર્શન-સુખ આદિ અનુપમ આત્મઐશ્વર્ય યુક્ત મારો શુદ્ધ આત્મા, જે પરમજ્ઞાની એવા સગુરુ ભગવાને જાણ્યો છે, જોયો છે, અનુભવ્યો છે, કહ્યો છે તેવો જ છે, એવી શ્રદ્ધા કરું, ત્યાં જ તે શુદ્ધ આત્મસ્વરૂપમાં જ મમતા કરું, અને પ્રથમનો અજ્ઞાનજનિત અહંકારભાવ કદી આત્માને વિષે ઉત્પન્ન થવા દઉં નહીં. કોઈ પ્રાણી ઉપર ક્રોઘ કરું નહીં. બીજાની ચઢતી દેખી કદી ઈર્ષાભાવ, અદેખાઈ કરું નહીં. વ્યવહારમાં માયાચાર અને અસત્યનો ત્યાગ કર્યું અને સરળ અને સત્ય વ્યવહાર કરું, એવી મારી ભાવના રહો. તથા આ જીવનમાં બને તેટલો પરોપકાર કરું. ભૂંડું કર્યું હોય તેનું પણ ભલું થાય એમ અપકારી પ્રત્યે પણ ઉપકારનો ભાવ રાખું. મૈત્રી ભાવ જગતમેં મેરા, સબ જીસે નિત્ય રહે, દીન-દુઃખી જીવો પર મેરે, ઉરસે કરુણા સ્ત્રોત બહે; દુર્જન ક્રૂર કુમાર્ગરતોં પર, ક્ષોભ નહીં મુઝકો આવે, સામ્યભાવ રખું મેં ઉનપર ઐસી પરિણતિ હો જાવે. ૫
જગતમાં સર્વ જીવો પ્રત્યે મને મૈત્રીભાવ હો, વૈરભાવ ન હો. દીન, ગરીબ અને દુઃખી જીવોનાં દુઃખ જોઈ તેમના પ્રત્યે અંતઃકરણથી દયાનો પ્રવાહ નિરંતર વહ્યા કરો. દીન દુઃખી કે રોગી જનોને જોતાં, તે તો તેમનાં કર્મનાં ફળ ભોગવે છે તેમાં મારે શું ? એમ ઉપેક્ષારૂપ કઠોર પરિણામ નહીં રાખતાં તેમનાં દુઃખ દૂર કરવામાં મારાથી બનતી મદદ કરવા અથવા