________________
૩૩૦
નિત્યનિયમાદિ પાઠ
ઘોર અંધકાર હઠાવનાર કોઈ નથી. જે એ સદ્ગુરુની વાણીથી દૂર છે અર્થાત્ સદ્ગુરુની આજ્ઞાથી પરાભુખ છે તે સંસારવનમાં પરિભ્રમણનાં દુઃખને ફરી ફરી ભોગવતા રખડ્યા કરે છે.
તનકર, મનકર, વચનકર, દેત ન કાઠુ દુઃખ; કર્મ રોગ પાતિક ઝરે, નિરખત સદ્ગુરુ મુખ. ૧૭
એવા જ્ઞાની સદ્ગુરુ તન મન વચનથી કોઈને દુઃખ થાય તેમ કરતા નથી. તેવા પવિત્રાત્માના દર્શન કરવાથી પણ કર્મરોગ, પાપ ઝરી જાય છે, ક્ષય થઈ જાય છે.
દરખતસેં ફળ ગિર પડ્યા, બુઝી ન મનકી પ્યાસ; ગુરુ મેલી ગોવિંદ ભજે, મિટે ન ગર્ભાવાસ. ૧૮ કોઈ તળાવને કિનારે એક વૃક્ષ હતું. તેના પર લાગેલા ફળને તરસ લાગી. તેને છિપાવવા તે વૃક્ષથી છૂટું પડીને તળાવમાં જઈ પડ્યું. તેનાથી તેની તરસ તો ન છિપી પણ કોહવાઈને નાશ પામી ગયું. ફળને પાણી તો વૃક્ષના મૂળ દ્વારા મળે છે. તેવી જ રીતે સદ્ગુરુ દ્વારા પરમાત્મસ્વરૂપની પ્રાપ્તિ થાય છે. પણ જે જીવ સદ્ગુરુનું અવલંબન છોડી દઈ સીધા જ પરમાત્માને પ્રાપ્ત કરવા જાય છે તેને પરમાત્મસ્વરૂપની પ્રાપ્તિ થતી નથી. અને ગર્ભાવાસ ઉપલક્ષણથી જન્મમરણાદિ દુઃખ મટતાં નથી.
ભાવે જિનવર પૂજીએ, ભાવે દીજે દાન; ભાવે ભાવના ભાવીએ, ભાવે કેવળજ્ઞાન. ૧૯ यस्मात् क्रियाः प्रतिफलन्ति न भावशून्याः ।
ભાવ વગરની ધર્મ ક્રિયા, લૂણ વગરની રસવતી જેવી