Book Title: Nitya Niyamadi Path
Author(s): Shrimad Rajchandra Ashram
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
૩૪૨.
નિત્યનિયમાદિ પાઠ છયે સ્થાનક સમજાવીને હે સદ્ગુરુદેવ ! આપે દેહાદિથી આત્માને જેમ મ્યાનથી તરવાર જુદી કાઢીને બતાવીએ તેમ સ્પષ્ટ જુદો બતાવ્યો. આપે અપાઈ શકે નહીં, તેવો ઉપકાર કર્યો. ૨૩
જે સ્વરૂપ સમજ્યા વિના, પામ્યો દુઃખ અનંત; સમજાવ્યું તે પદ નમું, શ્રી ગુરુ ભગવંત. ૨૪
જે આત્મસ્વરૂપ સમજ્યા વિના ભૂતકાળે હું અનંત દુઃખ પામ્યો, તે પદ જેણે સમજાવ્યું એટલે ભવિષ્યકાળ ઉત્પન્ન થવા યોગ્ય એવાં અનંત દુઃખ પામત તે મૂળ જેણે છેવું એવા શ્રી સદ્ગુરુ ભગવાનને નમસ્કાર કરું છું. ૨૪
જય જય ગુરુદેવ ! સહજાત્મસ્વરૂપ પરમગુરુ શબ્દ ચૈતન્યસ્વામી અંતરજામી ભગવાન, ઇચ્છામિ ખમાસમણો વંદિઉ જાવણિજ્જાએ નિસિલિઆએ મર્થીએણ વંદામિ.
હે સદ્ગુરુદેવ ! તમો સદા જયવંત વર્તો વિભાવજન્ય અજ્ઞાનમય અસહજ કૃત્રિમ દશાથી રહિત શુદ્ધ સ્વભાવમય સહજાત્મસ્વરૂપરૂપ પ્રગટ આત્મદશામાં રમણ કરતા હે સહજાત્મસ્વરૂપ પરમગુરુ, હે શુદ્ધ ચૈતન્યસ્વામિન્, હે અંતરજામી ભગવાન, મોક્ષને માટે પુરુષાર્થમાં પ્રવર્તતા, ક્ષમાની મૂર્તિ એવા હે ક્ષમાશ્રમણ, હું આપને વંદન કરવાને ઇચ્છું છું. મારી શક્તિ પ્રમાણે શુદ્ધભાવથી મસ્તક નમાવીને હું વંદન કરું છું.
પરમ પુરુષ પ્રભુ સગુરુ, પરમ જ્ઞાન સુખધામ, જેણે આપ્યું ભાન નિજ, તેને સદા પ્રણામ. ૨૫
ઘર્મ, અર્થ, કામ અને મોક્ષ એ ચાર પુરુષાર્થમાં ઘર્મ અને મોક્ષરૂપ સર્વોપરી પુરુષાર્થમાં પ્રવર્તે તે પુરુષ. એવા પુરુષોમાં શ્રેષ્ઠ, પરમ પુરુષ શ્રીમદ્ સદ્ગુરુ ભગવાન પરમજ્ઞાન, અનંતજ્ઞાન, દર્શન, સુખ અને વીર્યના ઘામરૂપ છે. તેમણે અમને

Page Navigation
1 ... 357 358 359 360 361 362