Book Title: Nitya Niyamadi Path
Author(s): Shrimad Rajchandra Ashram
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 358
________________ સાયંકાલીન દેવવંદન ૩૪૧ ગુરુઓને નમસ્કાર હો. સહજાત્મસ્વરૂપ પંચ પરમેષ્ઠીરૂપ પાંચેય પરમગુરુને નમસ્કાર હો અને વર્તમાનમાં આસન્નોપકારી સાક્ષાત્ પ્રત્યક્ષ સદ્ગુરુ સહજાત્મસ્વરૂપ પરમ કૃપાળુ શ્રીમદ્ રાજચંદ્રને વારંવાર નમસ્કાર હો. ૧૯ અહો ! અહો ! શ્રી સદ્ગુરુ કરુણાસિંધુ અપાર; આ પામ૨૫૨ પ્રભુ કર્યો, અહો ! અહો ! ઉપકાર. ૨૦ અહો ! અહો ! કરુણાના અપાર સમુદ્રસ્વરૂપ આત્મલક્ષ્મીએ યુક્ત સદ્ગુરુ, આપ પ્રભુએ આ પામર જીવ ઉપર આશ્ચર્યકારક એવો ઉપકાર કર્યો. ૨૦ શું પ્રભુ ચરણ કને ઘરું, આત્માથી સૌ હીન; તે તો પ્રભુએ આપીઓ, વર્તુ ચરણાથીન. ૨૧ હું પ્રભુનાં ચરણ આગળ શું ઘરું ? (સદ્ગુરુ તો પરમ નિષ્કામ છે. એક નિષ્કામ કરુણાથી માત્ર ઉપદેશના દાતા છે, પણ શિષ્યધર્મે શિષ્ય આ વચન કહ્યું છે.) જે જે જગતમાં પદાર્થ છે તે સૌ આત્માની અપેક્ષાએ નિર્મૂલ્ય જેવા છે. તે આત્મા તો જેણે આપ્યો તેના ચરણ સમીપે હું બીજું શું ઘરું ? એક પ્રભુના ચરણને આધીન વર્તે એટલું જ માત્ર ઉપચારથી કર્તવ્યભાવે કરવાને હું સમર્થ છું. ૨૧ આ દેહાદિ આજથી, વર્તો પ્રભુ આધીન; દાસ દાસ હું દાસ છું, આપ પ્રભુનો દીન. ૨૨ આ દેહ, ‘આદિ' શબ્દથી જે કંઈ મારું ગણાય છે તે આજથી કરીને સદ્ગુરુ પ્રભુને આધીન વર્તો. હું આપ પ્રભુનો દાસ છું, દાસ છું, દીન દાસ છું. ૨૨ ષટ્ સ્થાનક સમજાવીને, ભિન્ન બતાવ્યો આપ; મ્યાન થકી તરવારવત્, એ ઉપકાર અમાપ. ૨૩

Loading...

Page Navigation
1 ... 356 357 358 359 360 361 362