Book Title: Nitya Niyamadi Path
Author(s): Shrimad Rajchandra Ashram
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
૩૪૪
નિત્યનિયમાદિ પાઠ
શરણ પ્રાપ્ત હો. હે સદ્ગુરુ ! આપનું એકનિષ્ઠ શરણ મને સદાય સંપ્રાપ્ત રહો ! મન વચન કાયાથી, કરવું કરાવવું અને અનુમોદવું એ પ્રકારે સદા સર્વદા ત્રિવિધ ત્રિવિધ ભાવપૂર્વક વંદન હો, વિનયયુક્ત વંદન હો, સમયે સમયે આત્માથી આત્માને વંદન હો. પંચ પરમેષ્ઠીને નમસ્કાર હો. ગુરુદેવનો જય હો. શાંતિઃ શાંતિઃ શાંતિઃ સંસારસાગરમાંથી તારનાર પરમ તારુ, સત્પુરુષોમાં શિરોમણિ પરમ સજ્જન, મોક્ષના પરમ કારણરૂપ પરમ હેતુ, ભાવદયાસાગર, ધર્મસ્નેહ યુક્ત, વાત્સલ્યમૂર્તિ, પરમ કૃપા કરનાર, અત્યંત હિતકારી મિષ્ટ અમોઘ વાણી વર્ષાવના૨, અતિ સુકુમાલ, સર્વ જીવોની દયા પાળનાર, કર્મશત્રુનો અંત આણનાર, રાગદ્વેષ અને અજ્ઞાનાદિ વિભાવોથી પોતાના આત્માની હિંસા ન કરો, તેમ અન્ય જીવોને પણ ન હણો, પણ સર્વ જીવોની રક્ષા કરો, એમ ‘મા હણો, મા હણો' શબ્દના કરનાર, આપના ચરણકમળમાં મારું મસ્તક સદાય નમેલું રહે, અને આપના ચરણકમળ મારા હૃદયકમળમાં નિરંતર અચળપણે સંસ્થાપિત રહો, અર્થાત્ આપના ચરણકમળનું ધ્યાન મારા હૃદયમાં નિરંતર અખંડપણે અચળ રહો ! સત્પુરુષોનું સત્સ્વરૂપ મારા ચિત્તની સ્મૃતિરૂપ પડદા ઉપર કોતરાયેલું સદા પ્રગટ જયવંત રહો ! જયવંત રહ્યો ! અર્થાત્ મારા હૃદયમાં સત્પુરુષોનું સત્સ્વરૂપ, શુદ્ધ સહજાત્મસ્વરૂપ સ્મરણપણે, ધ્યાનપણે, લયપણે, ઉપયોગપણે સદાય નિરંતર પ્રગટ પ્રકાશમાન વિરાજિત રહો ! વિરાજિત રહો !
આનંદમાનંદકરેં પ્રસન્ન જ્ઞાનસ્વરૂપે નિજબોઘરૂપ, યોગીન્દ્રમીત્ર્યં ભવરોગવૈદ્યં શ્રીમદ્ગુરુ નિત્યમહં નમામિ.

Page Navigation
1 ... 359 360 361 362