________________
૩૩૯
સાયંકાલીન દેવવંદન ગુરુબ્રહ્મા ગુરુર્વિષ્ણુગુર્દેવો મહેશ્વરઃ ગુરુઃ સાક્ષાત્ પરબ્રહ્મ તસ્મ શ્રી ગુરવે નમઃ ૧૩
આત્મજ્ઞાનરૂપ સાચી ગુરુતા, મહત્તા જેને પ્રગટી છે એવાં સરુ એ જ મોક્ષમાર્ગની વિધિના વિધાતા નિર્માતા હોવાથી બ્રહ્મા છે. કેવલજ્ઞાન અપેક્ષાએ એ સર્વવ્યાપક હોવાથી વિષ્ણુ છે, અને આત્મશ્વર્યરૂપ પરમઈશ્વરતા પ્રાપ્ત હોવાથી મહેશ્વર છે. તેમજ અબંધ અસંગ મુક્ત પરમ પદમાં વિરાજમાન હોવાથી તે જ પરબ્રહ્મ સર્વોત્કૃષ્ટ આત્મા, પરમાત્મા છે. તે શ્રી સદગુરુને ઉલ્લાસિત ભક્તિભાવે નમસ્કાર હો. ૧૩
ધ્યાનમૂલ ગુરુમૂર્તિ પૂજામૂલં ગુરુપદમ્ મંત્રમૂલં ગુરુવાક્ય, મોક્ષમૂલ ગુરુકૃપા ૧૪ સદ્ગુરુની મૂર્તિ ધ્યાનનું મૂળ કારણ છે, તેમનાં ચરણ એ પૂજાનું કારણ છે. તેમનું વાક્ય અથવા વચન સર્વ મંત્રોનું મૂળ છે, અને તેમની કૃપાદ્રષ્ટિ મોક્ષનું મૂળ કારણ છે. ૧૪
અખંડમંડલાકાર વ્યાસં યેન ચરાચરમ્ તત્પદ દર્શિતં યેન, તમ્મ શ્રી ગુરવે નમઃ ૧૫
ચર અને અચર એટલે ત્રસ અને સ્થાવર જીવોથી ભરપૂર એવો લોક તે કેવલજ્ઞાની ભગવાનના જ્ઞાનમાં વ્યાપ્ત છે, અથવા કેવલી સમુદ્ધાત સમયે કેવલી ભગવાન પ્રદેશ અપેક્ષાએ આખા લોકમાં વ્યાપે છે એવા ભગવાનનું સ્વરૂપ જેણે દર્શાવ્યું, બોમ્બે તે શ્રી સદ્ગુરુને નમસ્કાર હો. ૧૫
અજ્ઞાનતિમિરાન્ધાનાં જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મીલિતં યેન, તમ્મ શ્રી ગુરવે નમઃ ૧૬
પોતાના સ્વરૂપની ઓળખાણ નહીં એ અજ્ઞાનરૂપ ગાઢ અંધકારમાં અંઘ બનેલા જિજ્ઞાસુનાં નેત્રો જ્ઞાનરૂપ અંજન